અમદાવાદ ખાતે ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષા ટેલેન્ટેક્સ 2023ની કરાઈ જાહેરાત


જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે એલન કારકિર્દી સંસ્થાએ ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષાઓમાંની એક ટેલેન્ટેક્સ 2023ની જાહેરાત કરી છે.

જેમાં ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓને રૂ. 250 કરોડની શિષ્યવૃત્તિ અને 1.25 કરોડ સુધીના રોકડ ઇનામની અમૂલ્ય તક મળી શકશે.

ભારતમાં કોચિંગ કલાસના પ્રણેતા એલન કારકિર્દી સંસ્થા, 5 થી 10ના વર્ગના વિદ્યાર્થીઓ માટે ભારતની સૌથી મોટી પ્રતિભા શોધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ પૈકીની એક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનું નામ ‘ ટેલેન્ટેક્સ 2023’ છે.

 

અમદાવાદ સેન્ટરનાં ઉપપ્રમુખ તુષાર પારેખ, એન્જીનીયરીંગનાં વિભાગના હેડ સંજય કુમાર શ્રીવાસ્તવ, પ્રિ-મેડીકલનાં હેડ પંકજ બાલદી, એડમીન હેડ અંકિત મહેશ્વરી અને એલન, અમદાવાદની ટીમે સમારોહમાં હાજરી આપી હતી. તેઓએ ટેલેન્ટેક્સ – 2023 ના પોસ્ટર અને બ્રોશરનું અનાવરણ કર્યું.

આ પ્રોત્સાહક પરીક્ષા અંગે સંસ્થાના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે*, “ટેલેન્ટેક્સ 2023 એ ભારતભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું અને યોગ્ય પ્લેટફોર્મ છે. આ વર્ષે, પરીક્ષા 9મી અને 16મી ઑક્ટોબર, 2022 ની વચ્ચે એક જ તબક્કામાં ઓફલાઇન મોડમાં લેવામાં આવશે. એલનના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા તમામ લોકો ટેલેન્ટેક્સ 2023 માટે હાજર રહેવા માટે પાત્રતા ધરાવે છે. વિદ્યાર્થીઓ ટેલેન્ટેક્સ.કોમ પર પોતાની ઑનલાઇન નોંધણી કરાવી શકે છે અથવા ઑગસ્ટ-2022ના પ્રથમ અઠવાડીયામાં એલન સેન્ટરો પર ઉપલબ્ધ ફોર્મ ભરી શકાશે.. 22 નવેમ્બરમાં યોજાનાર સક્સેસ પાવર સેશન દરમિયાન પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.”

ટેલેન્ટેક્સ 2023 માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગોમાં તેમનો રાષ્ટ્રીય ક્રમ મળશે, જેના આધારે તેમને રૂ.250 કરોડની શિષ્યવૃત્તિ અને રૂ. 1.25 કરોડ સુધીના રોકડ ઇનામ આપવામાં આવશે. તેમને સંબંધિત આગામી ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સ્વયં પોતાનું મૂલ્યાંકન કરવા માટે સ્પર્ધાત્મક સફળતા સૂચકાંક (CSI) પણ પ્રદાન કરવામાં આવશે.

 

અત્યાર સુધીમાં, 2022 સુધીમાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ ટેલેન્ટેક્સ પરીક્ષા આપી ચૂક્યા છે. પરીક્ષાના સ્તરને સમજવા માટે, વિદ્યાર્થીઓ તેમની મફત પ્રેક્ટિસ ટેસ્ટ આપી શકે છે જે વેબસાઇટ ટેલેન્ક્સ ડોટ કોમ પર ઉપલબ્ધ છે. ટેલેન્ટેક્સ પરીક્ષા એનસીઇઆરટી અભ્યાસક્રમ પર આધારિત હશે. પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વિગતવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.