ચમત્કાર( અંધશ્રદ્ધા ) ના આધારે મધર ટેરેસા સંત કહેવાયા.”

“ચમત્કારq ( અંધશ્રદ્ધા ) ના આધારે મધર ટેરેસા સંત કહેવાયા.”

આજે મધર ટેરેસાનો જન્મ દિવસ છે એટલે એક પક્ષ તેમના કામોની પ્રશંસા કરે છે જ્યારે બીજો પણ સેવાની આડમાં કરેલા ધર્માતરણ નો વિરોધ કરે છે. હુ આ બન્ને વાતોમાં નથી પડતો આજે એક અલગ જ વાત કહીશ.

જેમ હિદૂ ધર્મમાં ધાર્મિક પદો હોય છે તેવી જ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ હોય છે જેમાં મિશનરી કામ માં જોડાનાર ને સૌપ્રથમ “Nun” કહેવાય પછી “ધન્ય” ને પછી “સંત” પરંતુ ખ્રિસ્તી વેલ ઓર્ગેનાઈઝ્ડ ધર્મ છે તે લોકો પાસે નાના માં નાની વિધીનુ પણ બંધારણ છે તેને ફરજિયાત ફોલોવ કરવું જ પડે દા.ત. આપણે ત્યા કોઈ પણ વ્યક્તિ સંસાર છોડે એટલે સંન્યાસી કહેવાય કોઈ નિયમો નથી પરંતુ ખિસ્તી ધર્મમાં Nun બનવા માટે પણ વીધી માંથી પસાર થવું પડે મતલબ જે રીતે એક કોર્પોરેટ કંપની હોય તે રીતનું કામ છે.

મે ઉપર કહ્યું તેમ “સંત” ની ઉપાધી માટે પણ એ લોકોનું ચુસ્ત બંધારણ છે એમ તો “સંત” ની ઉપાધી ના ઘણા નિયમો છે પરંતુ આપણે આપણા પુરતા સમજીયે.

૧. આ ઉપાધી મૃત્યુ બાદ જ અપાય છે.
૨. Nun ના મૃત્યુ બાદ તેઓ ની આત્મા દ્વારા ઓછામાં ઓછા બે ચમત્કારો કરેલા હોવા જોઈએ.
૩. ચમત્કાર એવા હોવા જોઈએ કે તેને વિજ્ઞાન પડકારી ના શકે મતલબ કે ચમત્કારનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર ના જ હોવો જોઈએ.

ઉપરના ત્રણ આધારો ને ધ્યાને લઈને મધર ટેરેસા ને “સંત” ના ઉપાધી આપવામાં આવી તેમને “સંત” ના ઉપાધી મળવી જોઈએ તેવી પહેલી માંગ તેમના મૃત્યુ (૦૫/૦૯/૧૯૯૭) ના બે વર્ષ બાદ ૧૯૯૯ માં ઉઠાવી હવે આ બાબતે ની તપાસ અહેવાલ ની જવાબદારી Catholic Church દ્વારા “Father Braian Kolodiejchuk” ને સોંપવા માં આવી તેમની જવાબદારી હતી “મધર ટેરેસા”ના મૃત્યુ બાદ તેમના દ્વારા થયેલા ચમત્કારો શોધવા.

એમ તો એ લોકોના કહેવા પ્રમાણે મધર ટેરેસા દ્વારા અસંખ્ય ચમત્કારો થયા હતા પરંતુ મેં અગાઉ કહ્યું તેમ ખ્રિસ્તી ધર્મ ઓર્ગેનાઈઝ્ડ છે બધી બાબતો ના નિયમો છે માટે તે ચમત્કારો માન્ય રાખ્યા નહી પરંતુ નીચે બે ચમત્કારો જણાવું છુ જે માન્ય રાખ્યા.

ચમત્કાર :- ૦૧ ( નીચે ફોટો ૦૧ )

ઈ.સ. ૧૯૯૯ માં પશ્ચિમ બંગલા ની એક આદિવાસી મહિલા “મોનિકા બેસરા” તેનો દાવો એવો હતો કે તેને પેટમાં કેન્સર ની ગાંઠ હતી. ડોક્ટરોનુ કહેવું હતું કે ઓપરેશન કરવું પડશે પરંતુ તે મહિલાનું શરીર એટલું નબળુ હતું કે ઓપરેશન પણ શકય ના હતું માટે તેણે એક દિવસ “મધર ટેરેસા” ને પ્રાર્થના કરી તો તેના ધરમાં દિવ્ય પ્રકાશ થયો ને બીજા દિવસે તે ગાંઠ ગાયબ હતી ને તેને બધુ જ સારૂ થઈ ગયું આ બાબત ની તપાસ Vatican થી આવેલી ટીમ “The theologians and medical” એક્ષપર્ટો એ તપાસ કરીને માન્યતા આપી રિપોર્ટ તે સમય ના પોપ જન્હોન પોલ દ્વિતીય ને રિપોર્ટ સોંપ્યો. ને તેમણે માન્યતા આપી. જોકે “મોનિકા” ના પતિએ એક વાર આ બધી બાબતો ને નાટક કહ્યું હતું પરંતુ થોડા સમય બાદ તે ફરી ગયો હતો.

( આમ પ્રથમ ચમત્કાર બાદ “મધર ટેરેસા” ને સંતની ઉપાધી આપી શકાશે તેવી લીસ્ટમાં ઉમેરવામાં આવ્યા જેને આ લોકો “beatification can be conferred” કહે છે.)

ચમત્કાર :- ૦૨ ( નીચે ફોટો ૦૨)

ઈ.સ. ૨૦૦૮ માં એક બ્રાઝિલિયન વ્યક્તિ જેનું નામ “Marcilio Haddad Andrino” હતું એક અકસ્માતમાં તેને બ્રેઈન હેમરેજ થયું ને તે કોમાં માં જતો રહ્યો. તેની પત્ની “Fernanda” એ “મધર ટેરેસા” ને પ્રાર્થના કરી તેઓ સપના માં આવી ને અસ્થી આપી ગયા તે અસ્થી તેના પતીના માથા પર લગાડતા તે તત્કાલ હોશમાં આવી ને બોલ્યો “હુ કેમ અહિયા છુ?” આ કિસ્સાને પણ એ લોકોની “The theologians and medical” એક્ષપર્ટ ટીમે તપાસ કરી રિપોર્ટ તે સમય ના પોપ ફ્રાન્સિક ને સોંપ્યો ને તેને માન્યતા આપી.

આ બંન્ને ચમત્કાર બાદ ૦૪/૦૯/૨૦૧૬ ના રોજ “સંત” ની ઉપાધી આપવામાં આવી આ ઉપાધી “પોપ” પછીની સૌથી સન્માનિત ઉપાધી છે. હવે આટલી મોટી ઉપાધી નો આધાર વિજ્ઞાન નહી પરંતુ ચમત્કાર છે. પરંતુ આપણે જ સૌથી આધુનિક પશ્ચિમના લોકો ને માનીયે છીએ પરંતુ એ લોકો નો જ આધાર વિજ્ઞાન નહી પરંતુ ચમત્કાર છે.

જ્યારે તેમને સંતની ઉપાધી મળી ત્યારે આપણા દેશના સેકુલરો એ ખૂબ વધાવી હતી પરંતુ ચમત્કાર પર સવાલ નહોતા ઉઠાવ્યા. જ્યારે આ જ લોકો હિદૂ ધર્મની માન્યતાઓ પર સવાલ કરતા હોય છે. એટલે જ હુ કહેતો હોઉં છુ આપણા દેશનું સેકુલરિજમ એક તરફી હિદૂ વિરોધી છે માટે હુ તેને કેન્સર જ કહુ છુ.

નોટ:- વિજ્ઞાન અને ધર્મ પુરક છે વિરોધી નહી.