ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં 2 કરોડથી વધુના ખર્ચે વન્યજીવો માટે “ઓપન મોટ” આવાસોનું કરાયું નિર્માણ

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં 2 કરોડથી વધુના ખર્ચે વન્યજીવો માટે “ઓપન મોટ” આવાસોનું કરાયું નિર્માણ,
હવે વાઘ-સિંહને પાંજરામાં નહીં ખુલ્લા ફરતા નિહાળી શકાશે
ગીર ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જે આવાસોનું લોકાર્પણ આજે વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું..