*પાટણના ખોડાભા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ ગરબા – 2024નું ભવ્ય આયોજન કરાશે..*
એબીએનએસ પાટણ: પાટણના ખોડાભા હોલ ખાતે જીવદયા પરિવાર દ્રારા હેરિટેજ ગરબા મહોત્સવ 2024 નું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે.ખોડાભા હોલ ના 5 લાખથી વધુ સ્કેવર ફુટ વિશાળ ગ્રીનરી વાળા મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને 19 CCtv કેમેરા સાથે ,લેડીસ અને બોયઝ બાઉન્સરો ટાઈટ સિકયુરીટી, બે ગનમેન સાથે ટ્રેડિશનલ અને સિવિલ કપડા વાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેલૈયાઓને ગરબે રમડાવાની મોઝ પડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓરકેસ્ટ્રા ના સથવારે કિશન રાવલ સહિત ના વિવિધ ખ્યાતનામ કલાકારો નવે નવ દિવસ રાસગરબા ની રમઝટ બોલાવશે.
ખોડાભા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનાર ખેલૈયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યા ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
પાટણના હાંસાપુર નજીક આવેલ ખોડાભા પાર્ટી પ્લોટ ખાતે હેરીટેજ ગરબા 2024 નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે સતત ત્રીજા વર્ષે આયોજીત હેરીટેજ ગરબા મહોત્સવના આયોજન અંગે ઉપરોક્ત માહિતી આપતાં આયોજક ચિરાગભાઈ પટેલ, ભૌમિક પટેલ અને મિડિયા સપોર્ટર યશપાલ સ્વામી એ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને વહેલી સવારના 05:00 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટછાટા આપવામાં આવી છે. ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેકટર દ્વારા પાટણ શહેરની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે રાત્રિના 12 વાગ્યા સુધીના સમય ની સુચના આપવામાં આવી હોય આ સૂચના ને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાનાર નવરાત્રી મહોત્સવના આયોજકો એ પણ સ્વીકાર કર્યો છે અને તે મુજબ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની રમઝટ ચાલું રખાશે.
ધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓની સિક્યુરીટી અને કોઈ અણછાજતો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગ રુપે 19 સીસી ટીવી કેમેરા પૈકી 10 કેમેરા ઓનલાઈન મોબાઇલ કનેક્ટ રાખવામાં આવ્યા છે અને 40 વોલેન્ટીયર સિક્યોરીટી જેમણે ફાયર સેફ્ટી બાબતે તાલીમ પણ અપાઈ છે, તેમજ આયોજકો દ્વારા રાખવામાં આવેલા લેડીઝ તેમજ જેન્ટ્સ બાઉન્સરો ની મદદથી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
તદઉપરાંત આગ જેવી દુર્ધટનાને પહોંચી વળવા બે ગ્રાઉન્ડમાં થઈ 150 જેટલા ફુવારા સાથે પ્રેસરથી પાણી છાંટી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે ઉપરાંત તંત્ર પાસે ફાયર ફાઈટરની વ્યવસ્થાની પણ માંગણી કરવામાં આવેલ છે.ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું સુંદર આયોજન સાથે ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવ્યા હોવાનું ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ને માહિતી આપતા જણાવ્યું હતું.