રાજપીપલા નિવાસી વસાવા ના પરિવારના બી એસ એફના જવાન નિલેશભાઈ વસાવા રાજપીપલા પરત ફરતા જવાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયુ


માતા પિતાએ દેશ માટે કુરબાન કરી દીધેલા જવાન જોધ દીકરાને ફોજ મા દેશની રક્ષા માટે હસ્તે મો એ મોકલી દીધો હતો.

જવાન માદરે વતન પાછો ફરતાતેના પરિવાર જનો અને ગામ લોકોમાં હર્ષના આંસુ સમાતા નહોતા

રાજપીપલા, તા.6


જેટલું સન્માન દેશના જવાનને મળે છે એટલું સન્માન બીજા કોઈને નથી મળતું. રાજપીપલા ના આદિવાસી જવાન 15વર્ષ પહેલા ફોજ મા ભરતી થયાં હતા. માતા પિતાએ દેશ માટે કુરબાન કરી દીધેલા જવાન જોધ દીકરાને ફોજ મા દેશની રક્ષા માટે હસ્તે મો એ મોકલી દીધો હતો. જોકે તેની સફળતા પૂર્વક નોકરી પૂર્ણ કરીને જવાન માદરે વતન પાછો ફરતાતેના પરિવાર જનો અને ગામ લોકોમાં હર્ષના આંસુ સમાતા નહોતા


રાજપીપલા નિવાસી વસાva ના પરિવારના આદિવાસી બી એસ એફના જવાન નિલેશભાઈ વસાવા તેમની 15વર્ષની નોકરી પૂર્ણ કરીમાદરે વતન પાછા ફરતા દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવતા ખડે પગે સેવા આપતાં જવાન રાજપીપલા પરત આવતા તેમનું રાજપીપલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુંહતું.વય મર્યાદા ના કારણે બી એસ એફ માંથી રિટાયર્ડ થઈ ને ઘરે પરત ફરતાઆ વિસ્તારના લોકોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગતભવ્ય કર્યુંહતું.
નિલેશભાઈ વસાવા
બી એસ એફ માં ઘણી જગ્યાએ ફરજ બજાવી ચુક્યા છે દેશની સુરક્ષા માટે ખડે પગે સેવા આપી પરત ફરતા આ આદિવાસી જવાન રાજપીપલા પરત ફરતા તેમનું ફૂલહાર થી વધાવી વરઘોડો કાઢી માન સન્માનઆપ્યું હતું. દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનપ્રત્યેલોકોને કેટલુંગૌરવ હોય છે તેનું આ ઉદાહરણ રાજપીપલામા જોવા મળ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા