તા.૨ જી ઓગષ્ટે “સંવેદના દિન” ની ઉજવણી નિમિત્તે રાજપીપલા શહેર સહિત
જિલ્લાના તમામ તાલુકાઓમાં “સેવા–સેતૂ” કાર્યક્રમ યોજાયો
–
૫૭ જેટલી વિવિધ જનહિતકારી યોજનાકીય સેવાઓનો લાભ સ્થળ ઉપર
જ અપાયો
રાજપીપલા,તા.3
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ દરમિયાન થનારી રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ પાંચેય તાલુકાઓમાં તા.૨ જી ઓગષ્ટ,૨૦૨૧ ને સોમવારના રોજ થનારી “સંવેદના દિન”ની ઉજવણી અંતર્ગત સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન “સેવા–સેતૂ” કાર્યક્રમ યોજાનાર છે જેમાં ૫૭ જેટલી વિવિધ જનહિતકારી યોજનાકીય સેવાઓનો લાભ સ્થળ ઉપર જ અપાશે.
તદ્અનુસાર, તા.૨ જી ઓગષ્ટ,૨૦૨૧ ને સોમવારના રોજ રાજપીપલા નગર પાલીકા વિસ્તાર માટે સરદાર ટાઉન હોલ ખાતે, નાંદોદ તાલુકામાં વડીયા પ્રાથમિક શાળા ખાતે, ગરૂડેશ્વર તાલુકામાં APMC માર્કેટ ખાતે, તિલકવાડા તાલુકામાં કે.એમ. શાહ હાઇસ્કુલ ખાતે, દેડીયાપાડા તાલુકામાં બેસણા ગામની પ્રાથમિક શાળા ખાતે તેમજ સાગબારા તાલુકામાં નાની દેવરૂપણ ગામની પ્રાથમિક શાળા ખાતે સવારે ૯:૦૦ કલાકે “સેવા-સેતૂ” કાર્યક્રમ યોજાશે. જેમાં, આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, હેલ્થ વેલનેશ કાર્ડ, ઘરેલું નવા વિજ જોડાણ, આધાર કાર્ડના બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, આવકનો દાખલો, સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્રો(અનુસુચિત જાતિ), વિધવા સહાય વગેરે સહિત રાજ્યના સામાન્ય વહિવટ, નાણાં, મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, કુષિ કલ્યાણ અને સહકાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ તેમજ શ્રમ અને રોજગાર વગેરે જેવા વિભાગોને લગતી વિવિધ ૫૭ જેટલી સેવાઓના યોજનાકીય લાભો સ્થળ ઉપર જ અપાશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા