ૐ નમો નારાયણાય.
પ઼ણામ.
પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.
તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.
તેમના અસ્થિ વિસજઁન ગઇકાલે તા. ૧-૮-૨૧ ના રોજ ઋષીકેશના પવિત્ર ગંગાજીમાં પરમાથઁ નિકેતન આશ્રમ ઘાટ પરથી વરિષ્ઠ સંતો
શ્રી સ્વામી નિત્યાનંદજી, શ્રી સ્વામી નારાયણપાદજી, શ્રી સ્વામી બળદેવાનંદજી, શ્રી સ્વામી બ઼હ્મનિષ્ઠાનંદજી તેમજ બીજા અન્ય સંતગણ, ઋષીકુમારો, ભુદેવો, ભક્તજનો અને આપણા આશ્રમના સેવકોની ઉપસ્થિતીમાં સંપુણઁ વૈદિક, શાસ્ત્રોક્ત અને મંત્રોચ્ચારથી શ્રધ્ધાપૂવઁક સંપન્ન થયો.
ઋષીકેશમાં આ અસ્થિ વિસજઁન કાયઁ પછી બધાજ સંતો, ઋષીકુમારો, સેવકો ભક્તો માટે શ્રધ્ધાપૂવઁક ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ.
આ દિવ્ય કાયઁક઼મમાં પરમાથઁ નિકેતન આશ્રમનો ખુબજ સહયોગ પ઼દાન થયો. અને તે નિમીત્તે પરમાથઁ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ચિદાનંદ સરસ્વતીજી એ વિશેષમાં તેમની અમેરીકાની આધ્યાત્મિક યાત્રાએથી ફોન કરીને આશિવાઁદ આપ્યા, અને તેમના ગુરુજી પૂજ્ય શ્રી અસંગાનંદજીએ રુબરુ મુલાકાત આપી આશીવાઁદ પાઠવ્યા.
તેમજ હરીદ્વારથી આચાયઁ મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરીજીએ પણ તેમને બહુ મૂલ્ય સમય કાઢી વ્યક્તિગત મુલાકાત આપી ખુબજ આશીવાઁદ પ઼દાન કયાઁ.
ૐ નમો નારાયણાય.