અંકલેશ્વર શહેર વિસ્તારમાથી નશાયુકત માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા I/c પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે, પો.ઇન્સ.શ્રી કે.ડી.મંડોરાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ એન.જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે અંકલેશ્વર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ નાઓને તેઓના બાતમીદારથી મળેલ બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા રઘુવીરનગર, સુરવાડી ગામ સામે, અંકલેશ્વર, જિ.ભરૂચ ખાતેથી નશાયુકત માદક પદાર્થ ગાંજો ૨ કીલો ૫૨૨ ગ્રામ કિંમત રૂપીયા ૨૫,૨૨૦/- તથા વજનકાંટા-૧, કિ.રૂ.૫૦૦/- મોબાઇલ ફોન એક કિ.રૂ. ૫૦૦/- મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૨૬,૨૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી એન.ડી.પી.એસ.એકટ મુજબ કાયદેસર કરી અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.

*આરોપીનુ નામ
અજયભાઇ રણજીતસિંહ ગઢવી ઉ.વ.૪૦ રહે.૬૮ રઘુવીરનગર, સુરવાડી ગામ સામે, અંકલેશ્વર, જિ.ભરૂચ

*કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

પો.ઇન્સ. એન.એસ.વસાવા અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
પો.સ.ઇ. એમ.આર.શકોરીયા પો.સ.ઇ એન.જે.ટાપરીયા
હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ
ASI દર્શકભાઇ ઘનશ્યામભાઇ
હે.કો. રવિન્દ્રભાઇ નુરજીભાઇ
હે.કો. વરશનભાઇ શંકરભાઇ
હે.કો. ધર્મેંદ્રભાઇ ગોવિંદભાઇ
હે.કો.નરેશભાઇ અંબારામભાઇ