ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ નું ઓનલાઈન સવઁર ઠપ્પ થયું


વહેલી સવાર થી રાજ્ય ભર મા રેશનકાડઁ ધારકો રેશનજથ્થો મેળવવા થી વંચિત બન્યા

જ્યારે જુલાઈ માસ ના ચાર જ દિવસ બાકી રહ્યા હોઈ ને સવઁર ઠપ્પ થતા રેશનકાડઁ ધારકો અને રેશનશોપ સંચાલકો ની વચ્ચે સવાર થી રકઝક સાથે સંઘર્ષ ના બનાવો વધ્યા

એક તો પુરવઠા વિભાગ ની ઓફલાઈન સિસ્ટમ મુજબ એકપણ રેશનકુપન જો કોઈ રેશનસંચાલક કાઢશે તો આકરી કાર્યવાહી કરી ને દંડનાત્મક પગલા ભરાશે અને બીજી તરફ ઓનલાઈન સિવાય બીજા કોઈ વિકલ્પ કુપન કાઢવા માટે પુરવઠા વિભાગે આપ્યા નથી તેવા સમય મા ઓનલાઈન સવઁર છાસવારે ઠપ્પ થતા રેશનકાડઁ ધારકો વધુ મુશ્કેલી ઓમા મુકાયા

જાહેરવિતરણ વ્યવસ્થા રાજ્ય ભર મા પડી ભાંગી કરોડા ના ખચઁ બાદ આ આ સમસ્યા ઓનું એક દશકા થી કોઈ કાયમી નિરાકરણ ના આવતા રાજયભર મા રેશનસંચાલક અને રેશનકાડઁ ધારકો માટે ગજગ્રાહ નું કારણ બની ઓનલાઈન રેશનકાડઁ ની સિસ્ટમ