જામનગરમાં વેપારીઓ માટે યોજાયેલ સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવને મળ્યો બહોળો પ્રતિસાદ.

*જામનગરમાં વેપારીઓ માટે યોજાયેલ સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવને મળ્યો બહોળો પ્રતિસાદ. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વેક્સિનેશન સ્થળની લીધી મુલાકાત*
જામનગર: જામનગર ખાતે તા. ૨૫ જુલાઈના રોજ સરકાર શ્રી દ્વારા વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરમાં વિવિધ વોર્ડમાં આ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત કેમ્પ યોજવામાં આવ્યા હતા.

જામનગરના સંત નિરંકારી સત્સંગ મંડળ, પટેલ કોલોની વિસ્તારમાં રવિવારના રોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવની મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોના સીધા સંપર્કમાં આવતા વ્યાપારીઓનું રસીકરણ કરી વ્યાપારીઓની અને લોકોની કોરોનાથી સુરક્ષા માટે આ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું. રસી અમોઘ શસ્ત્ર છે ત્યારે કોરોના સામે લડત આપવા બહોળા અને પ્રત્યક્ષ જન સંપર્ક ધરાવતા વ્યાપારીઓને રસી આપી સુરક્ષા કવચ વધુ મજબૂત કરવા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળો પર વ્યાપારીઓને રસીકરણ માટે કેમ્પ યોજવામાં આવ્યા છે.

આ તકે મેયરશ્રી બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, કોર્પોરેટર શ્રી સુભાષભાઈ જોશી, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ તન્ના, ટ્રેઝરર શ્રી જયસુખભાઇ, મંત્રી શ્રી બીપીનભાઈ અને બ્રાન્ચ સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.