અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.

*અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.*


અમદાવાદ: હાથીજણ ખાતેના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની માં સ્થાનિક ભાજપના કોર્પોરેટર મૌલિકભાઈ પટેલ, સિધ્ધાથૅભાઈ તેમજ પક્ષના કાયૅકરો, વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પી.આઈ જયસ્વાલ, મહીલા પી.આઈ બારીયા, કોંગ્રેસ પક્ષના મણિનગરના પૂવૅ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના એકસ્યુક્યુટિવ કમિટીના તન્મયભાઈ શેઠ, શ્રીમતી દશીૅની તન્મયભાઈ શેઠ સોસાયટીના વરિષ્ઠ મહાનુભાવો,પૂર્વ પ્રમુખ વિરાફભાઈ કરાની, સામાજિક કાર્યકર અને પત્રકાર જેકીન શાહ અને શ્રીમતી રાજવી જેકીન શાહના હસ્તે વૃક્ષારોપણનો કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયૅક્રમમાં સોસાયટીના રહીશો, યુવાનો સહિત નાના ભુલકાઓ પણ જોડાયા હતા અને વૃક્ષારોપણ કર્યુ હતું.સોસાયટીના વડીલો માલ્કમભાઈ કરાની, કિરીટભાઈ જગતાપ, શૈલેષભાઈ પટેલ, દયાનંદભાઈ રેડ્ડી અને ઉત્સાહિત યુવા કાયૅકરો પ્રતીકભાઈ, સાગરભાઈ, જીગરભાઈ, પૂર્વાગભાઈ, મનીષભાઈ અને ભરતભાઈ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહેમાનોનું ભરતભાઈ, પ્રતીકભાઈ,સાગરભાઈ અને નેહાબેને ફૂલમાળા પહેરાવી ને સ્વાગત કર્યુ હતું. વૃક્ષો દ્વારા વિસ્તાર અને શહેરમાં હરિયાળી જળવાઈ રહે પ્રદુષણ મુક્ત વાતાવરણ બને અને વૃક્ષોનું વાવેતર કરી તેમનું જતન કરવામાં આવે તેવા ઉમદા હેતુ સાથે સૌ કોઈ એકસાથે મળું એક મળી આ કાર્યક્રમને આયોજિત કરવામાં આવ્યો હતો..