*ચાવડાનો આરોપ સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે*

ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકર્તાની પોસ્ટને લઇને ધરપકડથી કોંગ્રેસે સરકારની કામગીરી સામે પ્રશ્નો કર્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષે આક્ષેપ કર્યો કે તંત્ર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત આગમન પહેલા જ અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકર્તાની પોસ્ટ બાદ તેની ધરપકડથી સરકારની કામગીરી સામે પ્રશ્નો કરાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોલીસ કાર્યવાહીને લઈ નિવેદન આપતા જણાવ્યું કે ટ્રમ્પ આગમન પહેલા તંત્ર લોકો પર ડરનો માહોલ ઉભું કરી રહ્યું છે. દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા બંધારણે આપી છે, તેનો મર્યાદામાં ઉપયોગ થવો જોઈએ. જો કે સરકાર દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. એક વ્યકિતની ભૂલની સજા તેને મળવી જ જોઈએ, જો કે એને લઈને સરકાર તમામને દબાવી રહી છે.