આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા”
શહેરના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) એ મહિલાઓના સશક્તિકરણ માટે અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તે હેતુથી ગુલમહોર મોલ, ઇસ્કોન ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ ખાતે ધ ગ્રાન્ડ રાખી મેળાનું આયોજન આ વર્ષે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માટે કર્યુ છે.
આ રાખી મેળામાં આત્મનિર્ભર ગ્રુપની બહેનો દ્વારા વિવિધ રંગની, વિવિધ ડિઝાઇનની કલાત્મક રાખડીઓનો પ્રદર્શન અને સ્ટોલ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત બહેનો માટે ઉપયોગી એવી બ્યુટી ટિપ્સ, મેકઅપ પ્રોડક્ટ્સ, હેલ્થ પ્રોડક્ટ્સ, જ્વેલરી, એકસેસરીઝ, ફૂડ પ્રોડક્ટ્સ, હોમ એપ્લ્યાયન્સીસ, ફેશન પ્રોડક્ટ્સ અને બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ ના સ્ટોલ્સ આ રાખી મેળામાં રાખવામાં આવેલ છે. સૌને મજા પડે તે માટે હાઉઝી પણ રાખવામાં આવી છે, જેનું સંચાલન જાણીતા હાઉઝી માસ્ટર શ્રી મીનુ હિરા કરશે. આશરે ૫૦ જેટલા સ્ટોલ આયોજન કરવામાં આવ્યા છે. ધ ગ્રાન્ડ રાખી મેળામાં રાખવામાં આવેલ સ્ટોલ માટે પણ વિવિધ ઇનામો રાખવામાં આવેલ છે આ ઉપરાંત ગીત અને સંગીત નો મનોરંજન કાર્યક્રમ મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા રાખવામાં આવેલ છે.
https://youtu.be/bL9TfDFI9Zc