*69 દિવસ બાદ શાહીનબાગનો રોડ ખૂલ્યો*

નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા.