સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

બ્રેકીંગ ન્યૂઝ :

સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો


આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજનાખોટા
પ્રમાણપત્રો રદ કરવા માટે નિમાયેલ તપાસમાં થઈ રહેલી વિલંબનીતિ મનસુખ ભાઈએ સવાલો ઉઠાવ્યા.

તપાસ ઝડપી બનાવવા જેમણે ખોટાપ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદકરવાની માંગ કરતા મનસુખ વસાવા

રાજપીપલા, તા.15

સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યોછે. જેમાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજનાખોટા
પ્રમાણપત્રો રદ કરવા માટે નિમાયેલ તપાસમાં થઈ રહેલી વિલંબનીતિ મનસુખ ભાઈએ સવાલો ઉઠાવ્યાછેતેમણે મુખ્યમંત્રી સમક્ષ તપાસ ઝડપી બનાવવાઅને જેમણે ખોટા
પ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદકરવાની મનસુખ વસાવાએ માંગ કરી છે. પત્રમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું છે કે



ભાજપના નેતૃત્વવાળી સરકારે
વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે બિલ લાવી કાયદો બનાવ્યો, તે
આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના લોકોએ લીધા છે, જે ખોટા
પ્રમાણપત્રો રદ કરવા માટે એક સિનિયર નિવૃત જજના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ
સમિતિની રચના પણ કરવામાં આવી. આ સમિતિએ સાચા ખોટા પ્રમાણપત્રો ચકાસણી
માટેનો આરંભ પણ કર્યો છે, પરંતુ તપાસમાં ખુબ જ વિલંબ થઈ રહ્યો છે, આદિવાસી
સમાજના વિવિધ સંગઠનોનું માનવું છું કે આ તપાસ ઝડપથી થાય અને જેને ખોટા
પ્રમાણપત્રો મેળવ્યા છે, તેવા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદકરવામાં આવે.અને તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં
મોકલવામાં આવે તે માટે મારી તથા ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના લોકોની
લાગણી અને માંગણી છે.આ અંગે આદિજાતિ વિકાસ કલ્યાણ મંત્રીગણપતભાઈ વસાવાને પણ પત્ર દ્વારા રજૂઆત કરાતા ખોટા પ્રમણ પત્રોના મામલે ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા