અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત
રાજપીપલા,તા 10
ભરૂચના સાંસદ
મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા વગેરેની ઉપસ્થિતિમાંનર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ ખાતે અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિમાર્ણ પામનાર લાછરસથી શહેરાવને જોડતા ૬.૩૦ કિ.મિ. ના રોડના ભૂમિપૂજન સાથે ખાતમુહુર્ત કરાયું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા