ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે..

અમદાવાદ

ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે..

તાઉ તે વાવાઝોડા માં ઉના માં થયેલ ભારે નુકસાન ને લઈને સામાજિક સંસ્થા અને અમદાવાદ પોલીસ મદદે આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ના માર્ગદર્શન હેઠળ DCP વિજય પટેલ ના નેતૃત્વમાં માં C ડિવિઝન ACP એસ કે ત્રિવેદી અને શાહપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા ના સહયોગથી ઉનાના અસરગ્રસ્તોને કરવામાં મદદ કરવામાં આવી છે. ઉમમત્ત માનવતા વેલ્ફેર & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનામાં 500 રાશન કીટ ની રાહત સામગ્રી મોકલવામાં આવી છે. 500 રાશન કીટ, દવાઓ અને ડોક્ટર ની એક ટિમ ઉનામાં વાવઝોડા અસરગ્રસ્તો માટે મોકલાઈ છે. અમદાવાદ પોલીસ પોતાની ફરજ સાથે સાથે સમાજના કાર્યમાં પણ સહભાગી બની સહકાર અને સહાયતાના મંત્ર સાથે એક ઉમદા મિસાલ કાયમ કરી છે જેના માટે ગુજરાત પોલીસ પર ગર્વ કરી શકાય..

https://youtu.be/noCx1fOr4IE