છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં 9.68 મીટરનો ઘટાડો નોંધાયો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો

છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં 9.68 મીટરનો ઘટાડો નોંધાયો

ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.

નર્મદા ડેમના 1200 મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે.

વિજમથક નું ડિસ્ચાર્જ થયેલું પાણી સીધુંનર્મદા નદીમાં છોડાતા નદીમાં ભરપૂર પાણી

રાજપીપલા, તા 3

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં 9.68 મીટરનો ઘટાડો નોંધાયો છે.ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે અને નર્મદા ડેમના 1200 મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા જળ જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.
1 જૂનના રોજ નર્મદા ડેમની જળ સપાટી 123.38 મીટર હતી, જ્યારે 1 જુલાઈના રોજ 113.70 મીટર જળ સપાટી નોંધાઇ છે, એટલે 9.68 મીટરનો ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.
નર્મદા ડેમના 1200 મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે. હાલ વીજ મથકો ચાલતા નદી પણ પાણી છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી ચોમાસા દરમિયાન પાણીની આવક થાય તો ફરી નર્મદા 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે

નર્મદા ડેમપર પાણીની આવક આજે ૧૪૧૬૪ ક્યુસેક છે અને લાઈવ સ્ટોરેજ ૩૨૮.૭૭ મિલિયન ક્યુબિક મીટર છે. પાણીની આવક હવેઘટતા જળ સપાટી પણ ઘટી છે. જેના કારણે
૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ
પાવર હાઉસના ચાર મશીનને ચલાવવામાં આવતા
તેમાંથી ર૬૫૫૭ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું
છે. અને આ ડિસ્ચાર્જ થયેલું પાણી જે છે એ સીધું
નર્મદા નદીમાં જતા નદીમાં ભરપૂર પાણી છે. •
જુલાઈની શરૂઆત થઈ છે વિસ્તારમાં જોઈએ
તેટલો વરસાદ નથી પડતો જેના કારણે ડેમની જળ
સપાટી વધતી નથી. અને આવક પણ પાણીનીઓછી છે

અત્રેઉલ્લેખનીય ૨૦૧૯ના ૧ જૂલાઈના રોજ
ડેમની જળ સપાટી ૧૧૯.૮૫ મીટર હતી જ્યારેઆ વર્ષે ૧૧૩.૭૦ મીટર છે. એટલે કે ગત વર્ષનાકરતા આ વર્ષે જળ સપાટી ૬.૧૫ મીટરઓછી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપલા