સ્ટેચ્યુ, ટેમ્પલ અને સેન્ટ્રલ વિષ્ટા બનાવવા વાળા… થોડી શરમ કરો….
વર્ષ 2121 માટે થયેલા સર્વેક્ષણમા, વિશ્વના 98 દેશની કુલ 1240 યુનિવર્સિટીના મુલ્યાંકન થયું તે પૈકીની શ્રેષ્ઠ 75 યુનિવર્સિટી ઘરાવવા માટે રશિયા અને શ્રેષ્ઠ 73 યુનિવર્સિટી માટે જાપાન સોથી આગળ છે.. અને પ્રથમ સો શ્રેષ્ઠ યુનિવર્સિટીના ક્રમાંકમા કેવળ 81 મા ક્રમાંકે ભારતની એક માત્ર યુનિવર્સિટીને સ્થાન મળ્યુ છે.. તે છે ‘અમૃત વિશ્વ વિધ્યાપીઠય’ , તામિલનાડુ..
આમ જોવા જઈએ તો આપણા મહાન વિશ્વગુરુ ભારતમાં વર્ષ 2020ના આંકડા મુજબ કુલ નાની મોટી થઈને કુલ 1000 યુનિવર્સિટી છે.. જે પૈકી 54 સેન્ટ્રલ યુનિવર્સિટી છે. 461 સ્ટેટ યુનિવર્સિટી છે.361 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. અને 159 જેટલી આઇઆઇટી, આઇઆઇએમ જેવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે.. આમ આ હજાર પૈકી કેવળ એક યુનિવર્સિટી, તે પણ 81મા ક્રમાંકે આવી છે…
સમાર્ટઅશોકના કાળમા તક્ષશિલા નાલંદા જેવા ઉત્કૃષ્ટ વિધ્યાપીઠય ધરાવતા આ મહાન દેશની, વિદેશોમાં આજે આ હેસિયત છે. શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓનુ મન મુકીને શોષણ કરવાની વૃત્તિ, શિક્ષણનું વ્યાપારીકરણ, અને કહેવાતા અડઘણ શિક્ષણશાસ્ત્રીઓ હજી પણ ખરાબ દિવસો જોવડાવશે.. જ્યાં અભણલોકો અને ખોટી ડિગ્રીધારકો દેશ ચલાવતા હોય ત્યાં આવુ થવુ સ્વાભાવિક છે..
” સાંભળે છે, મારી પ્રિય ગુજરાત યુનિવર્સિટી?”
સંદર્ભઃથર્ડ ટાઈમ હાયર એજ્યુકેશન ઈમ્પેકટ રેન્કિગ 2021
(તસ્વીર :નાલંદા વિધ્યાપીઠના ભગ્નાવશેષોની છે)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા