શ્યામાપ્રસાદ મુખર્જીની
૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો
રાજપીપલા સહિત નર્મદામા
વૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યકમો યોજાયા
બલીદાનને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને ખરા અર્થમાં અંજલી આપી છે.
રાજપીપલા, તા 23
આજે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની૬૭મી પુણ્યતિથિ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસ તરીકે ઉજવાઈ હતી.જેમાં ભાજપાના કાર્યકરો આગેવાનોએ પોત પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યકમો યોજાયા હતા.
જેમાં આ પ્રસંગે નર્મદા જિલ્લા મા રાજપીપલા પબ્લિક ગાર્ડન મા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના સ્મૃતિ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તથા નગરપાલિકાના સભ્યો તથાનર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો, યુવા મોર્ચા કાર્યકરો એ બલિદાન દિવસની યાદમા વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત મોઝદા મુકામે શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિન નિમિતે પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણનો કાયૅક્રમ યોજ્યો હતો.જેમાં જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ના ચેરમેન,મહામંત્રીતથા તા. પંચાયતસભ્યો તથા કાર્યકરો હાજર રહ્યાહતા.
જયારે આંબાવાડી જીલ્લા પંચાયત સીટ પર કેવડી ગામે ડો સ્યામા પ્રસાદ મુખર્જી બલીદાન દિવસ ની ઉજવણી કરી આંબાવાડી ગામે મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યાહતા.સાગબારા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ ,ફુટ વિતરણ તેંમજ વૃક્ષો રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભારત ની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણ નું બલિદાન આપી દેવા વાળા મહાન તત્વચિંતક, પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખરજીને કાર્યકરોએ તેમના કાર્યોને બિરદાવ્યા હતા
કલમ ૩૭૦ના પ્રખર વિરોધીડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ
ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
શ્યામાપ્રસાદ મુખર્જીનો નારો હતો કે, એક દેશમાં બે વડાપ્રધાન, બે વિધાન અને બે નિશાન નહી ચાલે. અને ગગન ભેદી નારા સાથે ભારતની એકતા અખંડતા અને સ્વતંત્રતા માટે તેઓ એ પહેલું રાષ્ટ્રવાદી આદોલન શરુ કર્યું હતું. તેમના બલીદાનને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને ખરા અર્થમાં અંજલી આપી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા