તિલકવાડા ચોકડી ખાતેકતલ ખાને લઈ જવાનાં ઇરાદે
પશુઓ ૨૦ નંગ મોટી ભેંસો અને ૧ નંગ પાડો
સાથે કુલ ૨૧ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ
પશુઓ તથા તથા ટ્રક સહિત
રુપીયા 17,10,000/ ના મુદ્દા માલ સાથેત્રણ આરોપીઓ ઝડપાયા
આણંદ થી મહારાષ્ટ્ર ખાતે લઇ જતા આરોપીઓની ધરપકડ
રાજપીપલા, તા 15
આણંદથી મહારાષ્ટ્ર ખાતે લઇ જતી ટ્રકમાં તિલકવાડા ચોકડી ખાતેકતલ ખાને લઈ જવાનાં ઇરાદે ૨૦ નંગ મોટી ભેંસો અને ૧ નંગ પાડો
સાથે કુલ ૨૧ પશુઓભરેલી ટ્રક તિલકવાડા પોલીસે ઝડપી પાડેલ છે.જેમાં પશુઓની કિંમત રુપીયા 2,10,000/ તથા ટ્રકની કિંમત રૂ.૧૫,૦૦,૦૦૦/ મળી કુલ કિંમતરુપીયા 17,10,000/ ના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે
તિલકવાડા પોલીસે પશુ ધાતકીપણાના કાયદા ૧૯૬૦ ની કલમ-૧૧(ડી)
(૭) (એફ) તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ અને કેટલ કંટ્રોલ અધિનિયમ ૨૦૧૧ની કલમ ૯ (૧) (ક) મુજબતથા એમ વી એક્ટ કલમ ૧૯૨, ૧૭૭ મુજબઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તિલકવાડા પોલીસે ફરીયાદી અભીષેકભાઇ શીવરામભાઇ આહીર (ઉ.વ ૩ ૬ ધંધો પશુપાલન (રહે આજળ ૩૫ સન સઇસ રેસીડેસી
બેંક ઓફ બરોડાની બાજુમા તા. જી. વડોદરા)એ
આરોપીઓ (૧) સબ્બીરખાં અકબરખાં મલેક (૨) સુલતાનમીયા સીરામીયા મલેક (૩) ઇમરાન પીરમહમદ
અબ દાલ (ત્રણેય રહે. સા મ રખા ગામ તા.જી. આણંદ)તથા
ઇનોવા કાર નં GJ 18 x 1265 પાયલોટીંગ કરનાર ત્રણ ઇસમો તેમજ
ટ્રક નં. GJ-23.V1 398 નો માલીકસામે ફરિયાદ દાખલ કરી છે
બનાવની વિગત અનુસાર
આરોપીએ પોતાના કબજામાંની ટ્રક નં.GJ-23-y-
1398 મા પશુઓની હેરાફેરી કરવા અંગેના કોઇ આધાર પુરાવા વગર તેમજ ઘાસચારા કેપાણી સગવડ વગર કુરતા પુર્વક હલનચલન નહી કરી શકે તે રીતે પશુઓ ૨૦ નંગ મોટી ભેંસો અને ૧ નંગ પાડો
સાથે કુલ ૨૧ પશુઓની કૂલ કિંમત રુપીયા 2,10,000/ તથા ટ્રકની કિંમત રુપીયા ૧૫,૦૦,૦૦૦/ મળી કુલ કિંમત
રુપીયા 17,10,000/ ના મુદ્દામાલ સાથે આણંદથી મહારાષ્ટ્ર ખાતે લઇ જતાત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા. તેમજ પાયલોટીંગ કરનાર ઇનોવા કાર નં.GJ-18-x-1265 માં ત્રણ ઇસમો નાશી જતાતેને તથા પશુઓને મોકલનારતથા ટ્રક માલીક ને વોન્ટેડ જાહેર કરી સાથે મળી પશુઓને કતલખાને મોકલી ગુનો કરતા પોલીસે તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા