ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી

જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો..

12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ કરાયો ડિસ્ચાર્જ

બાળકના માતા પ્રેગનેન્સીમાં 8 માં મહિને કોરોના સંક્રમિત થયા હતા

નવ દિવસ સુધી બાળકની NICU માં સઘન સારવાર કરવામાં આવી

જેમાં ચાર દિવસ ઓક્સિજન આપવામાં આવ્યો

હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી

IV-IG ઇન્જેક્શન આપવામાં આવ્યા અને સ્પોટીવ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી

બાળકને ફેફસા મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર થઈ હતી

તબીબો માટે બાળકને બચાવવું પડકારરૂપ હતું

બાળકના મગજ ફેફસા અને કિડની ઉપર અસર થતા બાળક સેમી કોમાં અવસ્થામાં પહોચ્યું હતું

તબીબોના મતે બાળકની કિડની પણ ફેઈલ થવાની તૈયારીમાં પહોંચી હતી

અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને થયો હતો MIS-C