એકલવ્ય સ્કુલ ગોરાની 12વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલ માં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર

 

હોસ્ટેલમા રહેવાનુ પસંદ ન હોવાથી પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરવાની ઘટના

 

ગરુડેશ્વર તાલુકાની એકલવ્ય સ્કુલ ગોરાની હોસ્ટેલમાં રહેતી 12વર્ષની માસુમ વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરતા ચકચારમચી જવા પામી છે

તેને હોસ્ટેલમા રહેવાનુ પસંદ ન હોવાથી પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરવાની ઘટના સામે અ

આવી છે.

આ અંગે કેવડિયા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ રહે.એકલવ્ય સ્કુલ ગોરા કોલોનીના સરોજબેન પ્રકાશભાઇ કુબેરભાઇ તડવીએ નોંધાવી છે.

 

બનાવની વિગત અનુસાર

આશરે ૧૨વર્ષની સગીર કન્યા જે એકલવ્ય સ્કુલ ગોરાની હોસ્ટેલમાં રહેતી હતી તે પોતાની હોસ્ટેલમા એકલી હતી તે વખતે હોસ્ટેલમા રહેવાનુ તેને પસંદ ન હોવાથી તેની જાતે પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ આપઘાત કરતા પો સ ઇ એમ.એન.પરમાર કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ વિદ્યાર્થીની ને હોસ્ટેલમાં રહેવાનું પસંદ નહોતું તો શું એના વાલીએ જબરદસ્તીથી હોસ્ટેલમાં દાખલ કરી હતી કે કોઈ બિજુ કારણ હતું એ ચર્ચા

નો વિષય બન્યો છે. જોકે 12વર્ષની માસુમ વિદ્યાર્થીનીને આત્મ હત્યા કરવાની ઘટનાએ સમગ્ર મ

નર્મદા પંથક માં ચકચાર જગાવી છે.

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા