કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે ગરૂડેશ્વર મામલતદાર દ્વારા અપાયેલી નોટીસ સંદર્ભે દસ્તાવેજી આધાર-પુરાવા વિનાનો રજૂ કરાયેલ અસંબધ્ધ વિગતોવાળો જવાબ ગરૂડેશ્વર મામલતદાર તરફથી અસ્વિકાર્ય
તા.૨ જી જૂન, ૨૦૨૧ ની કારણદર્શક નોટીસમાં જણાવેલ તારીખ અને સમયે TCGL સાથે થયેલ તમામ પત્ર વ્યવહારની નકલો, ટેન્ટસીટી-૨ બાંધકામ માટે મંજૂર કરાયેલ નકશા તથા આધાર-પુરાવાની નકલો તથા મુદ્દાસર લેખીત જવાબ સાથે રૂબરૂ હાજર રહેવાની સૂચના સાથે તાકીદ
રાજપીપલા, તા 7
કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન લી. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે ગરૂડેશ્વર મામલતદાર દ્વારા અપાયેલી નોટીસ સંદર્ભે દસ્તાવેજી આધાર-પુરાવા વિનાનો રજૂ કરાયેલ અસંબધ્ધ વિગતોવાળો તા.૦૩/૦૬/૨૦૨૧ ના પત્રથી રજૂ કરાયેલ જવાબ ગરૂડેશ્વર મામલતદાર તરફથી અસ્વિકાર્ય રખાયો છે. તા.૨ જી જૂન, ૨૦૨૧ ની કારણદર્શક નોટીસમાં જણાવેલ તારીખ અને સમયે TCGL સાથે થયેલ તમામ પત્ર વ્યવહારની નકલો, ટેન્ટસીટી-૨ બાંધકામ માટે મંજૂર કરાયેલ નકશા તથા આધાર-પુરાવાની નકલો તથા મુદ્દાસર લેખીત જવાબ સાથે રૂબરૂ હાજર રહેવાની સૂચના સાથે તાકીદ કરવામાં આવી છે.
તદ્અનુસાર, ગરૂડેશ્વર મામલતદારશ્રી તરફથી તા.૦૨/૦૬/૨૦૨૧ ના રોજ મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લીમીટેડને પાઠવેલી નોટીસ અન્વયે તા.૦૫/૦૬/૨૦૨૧ ના રોજ તેમને સદરહું બાબતે પાઠવેલા તાકીદના પત્રમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટેન્ટસીટીનાં નિર્માણ માટે TCGL દ્વારા કરવામાં આવેલ કરાર મુજબ કુલ ૫.૨ હેક્ટર જમીન ફાળવવામાં આવેલ હતી. જ્યારે મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા ટેન્ટસીટી-૨ નાં નિર્માણ માટે મોજે. લીમડી તા.ગરૂડેશ્વર નાં સર્વે નં.૬૪ ની હે.૫-૭૬-૨૮ આરેચોમી (નર્મદા યોજના) અને સર્વે નં.૬૦ ની હે.૧-૮૯-૨૩ ચોમી સરકારી ખરાબાની જમીન મળી કુલ હે.૭-૫૬-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતાં અત્રેની ૦૨-૦૬-૨૦૨૧ ની નોટીસથી અનધિકૃત દબાણ દૂર કરવા તથા આ બાબતે તા.૦૭/૦૬/૨૦૨૧નાં રોજ ગરૂડેશ્વર મામલતદા સમક્ષ રૂબરૂ હાજર રહી જરૂરી સ્પષ્ટતા કરવા જણાવેલ છે.
ગરૂડેશ્વર મામલતદા તરફથી તા.૦૨/૦૬/૨૦૨૧ ની નોટીસ અન્વયે મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લીમીટેડે તેમના તા.૦૩-૦૬-૨૦૨૧ નાં પત્રથી વિગતો રજૂ કરાયેલ છે. પરંતુ તેનાંથી નીચે જણાવેલ બાબતો સ્પષ્ટ થતી નથી, તેમ પણ ઉક્ત પત્રમાં જણાવેલ છે.
ગરૂડેશ્વર મામલતદારના તા.૫-૬-૨૦૨૧ના પત્રમાં જણાવ્યા મુજબ ગરૂડેશ્વર મામદતદારની કચેરીની તા.૨-૦૬-૨૦૨૧ ની કારણદર્શક નોટીસથી TCGL સાથે થયેલા કરારની નકલ રજૂ કરવા જણાવેલ હતી જે રજૂ થયેલ નથી. ટેન્ટસીટીનાં બાંધકામ માટે સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ નકશા, લે-આઉટ પ્લાનની નકલ રજુ કરવા જણાવેલ છે જે આપના તરફથી રજુ કરવામાં આવેલ નથી તથા ન રજુ કરવા બદલ કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવેલ નથી. TCGL દ્વારા માત્ર ૫.૨ હેક્ટર જમીન આપવામાં આવેલ હતી તેની સામે હે.૭-૫૬-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેથી હે.૨-૪૫-૫૧ આરેચોમી વધારે જમીનનો ઉપયોગ કયા કારણોસર કરવામાં આવેલ છે ? TCGL તરફથી આ માટે કોઈ મંજૂરી / કરાર કરવામાં આવેલ છે કે કેમ ? તેની કોઈ વિગતો કે આધાર-પુરાવા રજુ કરવામાં આવેલ નથી. મોજે.લીમડી તા.ગરૂડેશ્વરનાં સર્વે નં.૬૦ ની હે.૧-૮૯-૨૩ આરેચોમી જેટલી સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી અનધિકૃત બાંધકામ કરવામાં આવેલ છે. જેથી સદર સર્વે નંબરની જમીન પૈકીની જમીનનો ઉપયોગ કરવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવામાં આવેલ છે કે કેમ ? તે અંગેની કોઈ વિગતો કે આધાર-પુરાવા રજુ કરવામાં આવેલ નથી.
આમ, આ બાબતે ગરૂડેશ્વર મામલતદારની કારણદર્શક નોટીસથી જરૂરી આધાર-પુરાવા રજુ કરવા જણાવેલ હોવા છતાં તે અંગે કોઈ દસ્તાવેજી આધાર-પૂરાવા રજુ કરવાના બદલે તા.૩-૦૬-૨૦૨૧નાં પત્રથી આધાર-પુરાવા વગરની અસંબધ્ધ વિગતો રજુ કરેલ હોવાથી મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. નો જવાબ સ્વીકાર્ય રખાયેલ નથી. ગરૂડેશ્વર મામલતદારશ્રીની કારણદર્શક નોટીસમાં જણાવેલ બાબતે TCGL સાથે થયેલ તમામ પત્રવ્યવહારની નકલો, ટેન્ટસીટીનાં બાંધકામ માટે મંજૂર કરાવેલ નકશા તથા આધાર-પુરાવાની નકલો તથા મુદ્દાસર લેખિત જવાબ સહિત અત્રેની તા.૦૨-૦૬-૨૦૨૧ ની કારણદર્શક નોટીસમાં જણાવેલ તારીખ / સમયે રૂબરૂ હાજર રહેવા નોંધ લેવા જણાવાયું છે.
નિયત મુદતે હાજર ન રહેતાં, ગરૂડેશ્વર મામલતદારશ્રીની કારણદર્શક નોટીસમાં જણાવેલ આક્ષેપો સાથે મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. સંમત છો તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. નિયત મુદતે હાજર રહી યોગ્ય ખુલાસો રજુ ન થયેથી કે યોગ્ય પુરાવા રજુ ન થયેથી કારણદર્શક નોટીસમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા ગરૂડેશ્વર મામલતદાર દ્વારા જણાવાયું છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા