પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ પર્યાવરણ દિવસની
ઉજવણીમાં સામેલ થતાં ચિત્રકૂટમાં વૃક્ષારોપણ કર્યું
પરમ પૂજ્ય શ્રી મોરારી બાપૂએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સામેલ થતાં ચિત્રકૂટમાં હાલ ચાલી રહેલી રામકથા દરમિયાન પાંચ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ કર્યો હતો. મધ્ય પ્રદેશના પવિત્ર ચિત્રકૂટ ધામમાં બાપૂએ આંબાના પાંચ રોપાનું વાવેતર કરીને પર્યાવરણની મહત્વતા વિશે સામાન્ય જનતા વચ્ચે જાગૃતિ પેદા કરી હતી તથા દરેક વ્યક્તિને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, “વિશ્વ પર્યાવરણ દિવસ એટલે વૃક્ષોની મહિમાનો દિવસ છે. આપણે દેશ અને પૃથ્વીની હરિયાળીમાં વધારો થાય તેવી આશા છે. હું દરેક વ્યક્તિને વૃક્ષારોપણ કરવા આહ્વાન કરું છું અને બીજું કંઇ નહીં તો તુલસીના છોડને પાણી આપવા અરજ કરું છું.”
વિશ્વ પર્યાવરણ દિવસની સાથે-સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, “યોગી આદિત્યનાથે 35-40 એકરથી વધુ વિસ્તારમાં રામવનનું સર્જન કરવાની ભગીરાથ કાર્ય શરૂ કર્યું છે તેનું હું સ્વાગત કરું છું. રામવનમાં રામકાળમાં જે વૃક્ષો-છોડ હતાં તેનું વાવેતર કરવાના નિર્ણયને હું નમન કરું છું,” તેમ તેમણે ઉમેર્યું હતું.
https://youtu.be/YrE9w0LUnB0