સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નં.૪૪૯ મા સર્વેની કામગીરી દરમ્યાન 15થી 20જણાનો ગેર કાયદે પ્રવેશ કરી ગેરવર્તણુક કરતા ફરિયાદ

સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નં.૪૪૯ મા સર્વેની કામગીરી દરમ્યાન 15થી 20જણાનો ગેર કાયદે પ્રવેશ કરી ગેરવર્તણુક કરતા ફરિયાદ

૬૦ વર્ષની એક મહિલાએ જાહેરમાં અર્ધનગ્ન થઇ સરકારી કામમાં અડચણ પેદા કરવાની ફરિયાદથી ચકચાર!

20જેટલાં ઈસમો સામે ગુનો દાખલ કરાયો

રાજપીપલા, તા 6

સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નં.૪૪૯ મા સર્વેની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન 15થી 20જણા એ ગેર કાયદે પ્રવેશ કરી ગેરવર્તણુક કરતાતથા
૬૦ વર્ષની એક મહિલાએ જાહેરમાં અર્ધનગ્ન થઇ સરકારી કામમાં અડચણ પેદા કરતા કેવડિયા પોલીસે
20જેટલાં ઈસમો સામે ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે
આ અંગે ફરિયાદી યોગેશભાઇ રાજેન્દ્રભાઇ ચૌધરી (ઉ.વ ૨૮ ધંધો નોકરી હાલ રહે કેવડીયા, કોલોની કેટેગરી સી બ્લોક નં ડી રૂમ નં ૫૦૧ ગરુડેશ્વર જી.નર્મદા
મુળ રહે કુડી ભગતાસની હાઉસીંગ બોર્ડ , જોધપુર રાજસ્થાન)એ આરોપીઓ (૧) રેવજીભાઇ ઉકાભાઇ તડવી (૨) પ્રવીણભાઇ રવજીભાઇ તડવી (3) અંજનાબેન સુરેશભાઇ તડવી (ત્રણેય રહે કેવડીયા ગામ તા.ગરુડેશ્વર)
તથા બીજા આશરે ૧૫ થી ૨૦ જેટલા સ્ત્રી/પુરૂષો સામે કેવડીયા પોલીસ. મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ ની વિગત અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નં.૪૪૯ મા સર્વેની કામગીરી ચાલુ હોઇ તે દરમ્યાન ત્રણ આરોપીઓની આગેવાની હેઠળ ૧૫ થી ૨૦ જેટલા સ્ત્રી/પુરૂષો ભેગા મળી ગે.કા મંડળી રચી, એકસંપ થઇ, નિગમની જગ્યામાં ગેર કાયદેસર રીતે પ્રવેશ કરી ગેર વર્તણુંક કરી, આરોપી અંજનાબેન
તથા બીજા એક આશરે ૬૦ વર્ષના બહેન જાહેરમાં અર્ધનગ્ન થઇ સરકારી કામમાં અડચણ પેદા કરી નર્મદા જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તમામ ઈસમો સામે આઇ.પી.સી કલમ ૧૪૩,૧૪૯,૧૮૬,૪૪૭,૨૯૪,ર૬૯,૧૮૮ તથા જી.પી.એક્ટ કલમ
૧૧૦,૧૧૭ તથા ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૨૧(બી) તથા ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ ની
કલમ ૧૩(i) મુજબગુનો નોંધી કેવડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા