કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને પગલે ૨૪મી માર્ચે સમગ્ર દેશમાં રોતારોત લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જોકે આ નિર્ણય એટલો અધકચરો હતો કે, હજારો મજૂરો અને આમ નાગરિકો પોતાના ઘરે ન જઈ શક્યા અને આટલા દિવસો સુધી તેઓ જ્યાં હતા ત્યાં જ ભોજન પાણીની વ્યવસ્થા વગર ફસાયેલા રહ્યા. હવે જ્યારે ત્રણ મેએ લોકડાઉન પુરુ થવાનો સમય નજીક આવ્યો છે, ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, જે લોકો પણ જ્યાં પણ ફસાયા હોય તેઓને હવે તેમના ઘરે જે વતન પરત જવા દેવાની છૂટ શરતો સાથે આપવામાં આવશે.
********
*સતત બીજા દિવસે માવઠું ગોંડલ અને અમરેલીમાં ધોધમાર વરસાદ*
રાજકોટ. સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. બોપર સુધી અસહ્ય ગરમી અને બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.ભારે પવન ના કારણે પાંજરાપોળ અને મોવિયા ચોકડી પાસેના હોર્ડિંગ્સ ધરાશાયી
*********
*ગુજરાતના સરકારી કર્મચારીઓના પગારમાં કોઈ જ કાપ મુકાશે નહીં*
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 5.28 લાખ કર્મચારીઓને સમયસર પગાર મળી જશે. રાજ્યના કર્મચારીઓમાં કોઈ જ કાપ મુકવામાં આવશે નહીં. લોકડાઉના કારણે રાજ્યમાં આવકમાં ઘટાડો થયો છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર કર્મચારીઓના પગારમાં કોઈ જ કાપ મુકશે નહીં. 2 હજાર 600 કરોડ રૂપિયા નિયમીત રીતે પગાર ચુકવી દેવામાં આવશે 4 લાખ 57 હજાર પેન્શરોને પણ સમયસર પગાર ચુકવવામાં આવશે
********
*૯ દિવસમાં ૯૦૦ કિ.મી. પગપાળા ભૂખ્યા રહ્યા છતા ચાલતા રહ્યા મજૂર
આની હાય કોને લાગસે*
ચંદીગઢથી લખીમપુર કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશના ઘણા રાજ્યોમાં કામદારો અટવાયા છે. 9 દિવસમાં 900 કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને ભૂખ્યા અને તરસ્યા કામદારો યુપીના લખીમપુર ઘેરી પહોંચ્યા પગપાળા ચાલી લખીમપુર પહોંચ્યા ચંદીગઢથી બલરામપુરની યાત્રા પર ગયેલા 5 મજૂરો 900 કિ.મી. પગપાળા ચાલી લખીમપુર પહોંચ્યા હતા. જ્યારે મીડીયા પુછ્યું કે, તમે ક્યાંથી ચાલીને આવો છો અને કેટલો સમય થયો છે, તમે જમ્યા છો? ત્રણ દિવસથી નથી મળ્યું ખાવાનું લગભગ 900 કિલોમીટર સુધી પગપાળા ચાલનારા કામદારોએ જણાવ્યું હતું
*******
*અંતિમયાત્રા અને લગ્ન પ્રસંગમાં 20 વ્યકિતને પરવાનગી*
જામનગર . કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા લોકાડાઉનમાં અંતિમયાત્રા અને લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 20 વ્યકિત જોડાઇ શકશે તે અંગેનું જાહેરનામું બુધવારે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની શરતે લગ્ન પ્રસંગની મંજૂરી મળશે તેમ જણાવાયું છે.કોરોનાના વધતા વ્યાપ વચ્ચે લગ્ન અને અંતિમયાત્રાના સામાજીક પ્રસંગોનું નિયમન કરવા જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ રવિશંકરે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર શહેર- જિલ્લામાં અંતિમયાત્રા અને લગ્ન પ્રસંગના કિસ્સામાં વધુમાં વધુ 20 વ્યકિત જોડાઇ શકશે.
*******
*અમદાવાદમાં ફસાયા છે 15 હજાર પરપ્રાંતિયો*
લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાઇ ગયા હોય તેવા ૧૫,૦૦૦ જેટલા પરપ્રાંતિયોએ તેમના વતનમાં પરત જવા માટે કલેક્ટરઅને જે તે મામલતદાર કચેરીમાં જાણ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરિવારો છેલ્લા એક માસથી વિવિધ જગ્યાએ લોકડાઉનના કારણે ફસાઇ ગયા છે. કે જેઓ વતન જઇ શકતા નથી.કામ ધંધા પણ છીનવાઈ ગયા છે, વતન જવાની વાટ ખાસ કરીને જીઆઇડીસીઓ સહિતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો કોરોનાના કારણે કામધંધો છીનવાઇ જતા હવે વતન પરત જવા માંગે છે.
********
*કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત*
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોતાના બધા કર્મચારીઓ માટે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કર્યું છે. પર્સોનેલ મંત્રાલય દ્વારા આ વિશે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ બધા અધિકારીઓ અને કર્મચારીઓ માટે તરત એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે.
********
*ઘરેલું હિંસા પીડિતાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત*
રાજકોટ: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને ગુજરાત સરકારના સહયોગથી વર્ષ ૨૦૧૭થી રાજકોટમાં ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે જે મહિલાઓને સમસ્યાઓના સમાધાન માટે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૧૬૧ મહિલાઓના સમસ્યાઓના સમાધાન આ સેન્ટર દ્વારા કરાયા છે. હાલમાં લોકડાઉન દરમ્યાન પણ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી દસ મહિલાઓને આ સેન્ટરમાં આશરો અપાયો હતો અને તેમનું સમાધાન કરીને તેમને પતિ અથવા પિતૃગૃહે મોકલવામાં આવ્યા હતા.
********
*કેદારનાથ મંદિરના દ્વાર ખૂલ્યા*
રુદ્રપ્રયાગઃ પ્રસિદ્ધ ચારધામમાંના એક, કેદારનાથ મંદિરના કપાટ સવારે 6 વાગ્યે અને 10 મીનિટે ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજારીઓ દ્વારા પરંપરાગત મંત્રોચ્ચાર દ્વારા બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે પ્રથમ પૂજા કરવામાં આવી હતી અને એ સાથે જ હિંદુઓના આ મહત્ત્વના તીર્થસ્થાન કેદારનાથ ધામના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા.
********
*કમોસમી વરસાદને લીધે આ વર્ષે કેસર કેરી ભૂલી જવાની?*
ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટાંથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લીધે ખેતરમાં તૈયાર થઈ ગયેલા ઘઉં અને કેસર કેરીના પાકને નુકસાન થયું. આ નુકસાનમાં પણ કેસરને સૌથી વધારે નુકસાન થયું છે. ગઈકાલે ગીર, જૂનાગઢ, અમરેલી અને સાવરકુંડલા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ પડતાં આંબા પર રહેલી પંદરથી સત્તર ટકા કેરી ખરી ગઈ તો દસથી બાર ટકા જેટલાં કેરીના મોર પણ ખરી ગયા.હતા.
********
*અમદાવાદમાં 497 પોલીસ કર્મીઓને કરાયા હોમ ક્વૉરન્ટીન*
અમદાવાદમાં કોરોના વાઇરસનો કેર હાલ વર્તાઈ રહ્યો છે. સામાન્ય લોકોની સાથે જ પોલીસ જવાનો માથે કોરોના વાઇરસ કાળ બનીને આવ્યો છે. પોલીસ બેડામાં આ ખબરથી હડકંપ મચી ગયો છે. અમદાવાદમાં કુલ ૫૦ એસઆરપીના જવાનોમાં કોરોના પૉઝિટિીવ હોવાનું સામે આવ્યું છે. અગાઉ ૧૭ જવાનોના રિપોર્ટ પૉઝિટિ વ આવ્યા હતા. ત્યાર બાદ વધુ ૩૩ જવાનોનો રિપોર્ટ પૉઝિટિસવ આવ્યા છે.
********
*લોકડાઉન હળવું થવાના સંકેતો મળતા સેન્સેક્સ તેજી*
કોરોના મહામારીનો ઉપદ્રવ યુરોપ, અમેરિકામાં ઘટી રહ્યાના સંકેત વચ્ચે યુરોપ, અમેરિકાના દેશોમાં લોકડાઉન હળવો થઈ રહ્યાના સંકેત સાથે ફોરેન ફંડોની શેરોમાં નવેસરથી ખરીદી અને લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની સળંગ ત્રણ દિવસ શેરોમાં આક્રમક લેવાલીએ તેજીની હેટ્રિક લાગી હતી.
******
*સોનાની માંગ કિંમતોમાં ઉતાર-ચડાવ*
દેશના સોનાની માંગમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કોરોના વાયરસને કારણે છવાયેલી આર્થિક અનિશ્ચિતતાના કારણે 36 ટકાનો ઘટાડો થયો છે. ક્વાર્ટરના અંતે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે તે 101.9 ટન રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ડબ્લ્યુજીસી ના તાજેતરના રિપોર્ટ અનુસાર જ્વેલરી અને રોકાણ બંને પરિસ્થિતિમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. જ્યાં સુધી જ્વેલરી ઉદ્યોગના કારીગરો કામ પર પાછા નહીં આવે અને વહેલી તકે સપ્લાય ચેઇન શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી, પરિસ્થિતી પડકારજનક રહેવાની સંભાવના
********
*માસ્ક વિના 2 હજાર રૂપિયાથી લઇને 50 000 રૂપિયા સુધીનો દંડ*
અમદાવાદ નગર-નિગમ માસ્ક લગાવવાનો નિયમ બનાવવા જઇ રહ્યું છે. આ નિયમ અંતર્ગત સ્ટ્રીટ વેંડર્સ, દુકાનો, સુપરમાર્કેટ, મૉલ વગેરેમાં માસ્ક લગાવવુ જરૂરી હશે. અહીંના માલિક અથવા કર્મચારીને માસ્ક ન લગાવવા પર 2 હજાર રૂપિયાથી લઇને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ શહેરમાં 1 મેથી લાગુ થવા જઇ રહ્યો છે.
********
*ઓરંગાબાદમાં 2 હજાર મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા*
પોલીસ અને નાગરિકો વચ્ચે સંઘર્ષ મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પોલીસ અને નાગરિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. ઓરંગાબાદમાં સામુહિક નમાઝ અદા કરવા ભેગા થયેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર જ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં પરપ્રાંતીય મજૂરોએ ઘરે પાછા ફરવાની માગ સાથે પોલીસને નિશાન બનાવી હતી.2 હજારથી પણ વધારે મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા
*******
*લોકો નથી સુધરતા બ્યુટીપાર્લરમાં પહોંચેલા 11 સામે પોલીસ ફરિયાદ*
વાપી જીઆઇડીસી વિસ્તારમાં લોકડાઉન અને જાહેરનામા ભંગ કરાતો હોવાની બાતમીના આધારે વુમન્સ શેલુન એન્ડ સ્પા બ્યુટી પાર્લરમાં છાપો માર્યો હતો. જેમાં દુકાનમાં બાલ-દાઢી અને મસાજ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાન માલિક, ૩ મહિલા સહિત ૧૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.
*********
*કોરોના પર સુરતીઓ બનાવશે ફિલ્મ પ્રથમ પોસ્ટર પણ થયુ રિલીઝ*
સુરત દેશ અને દુનિયાના કોરોનાનો કહેર વરસી રહ્યો છે. જેના કારણે દેશવ્યાપી લોકડાઉન પણ ચાલી રહ્યુ છે. ત્યારે આ મહામરીના સમયમાં સુરતમાં કોરોના વાયરસ પર ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરતા કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ ‘કોરોનાનો કહેર’ રાખવામાં આવ્યુ છે અને ફિલ્મનું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યુ છે.
********
*ગાંધીનગરમાં કોરોના પોઝિટિવના ત્રણ કેસ સંખ્યા 48 પર પહોંચી*
સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસો નોંધાયા છે. ત્યારે છેલ્લાં 16 કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 7 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાયા છે. જેમાં સેકટર 2, 3માં કેસ નોંધાયો છે. જ્યારે ભીડભાડવાળા વિસ્તાર એવા સેકટર 24માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
*******
*જામનગરનો બ્રાસ ઉદ્યોગ ફરી ધમધમ્યો પેન્ડિંગ ઓર્ડર શરૂ*
કોરોનાના કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગને માઠી અસર પડી છે, ત્યારે સરકારના ‘શરતોને આધીન’ આદેશ બાદ આ ઉદ્યોગને શરૂ કરવામાં આવ્યો છે. વિદેશમાં બ્રાસની નિકાસ કરતા 250 એકમને પેન્ડિંગ ઓર્ડરને પૂર્ણ કરવા શરૂ કરવામાં આવ્યા છે. જામનગરમાં 5 હજાર જેટલા બ્રાસના એકમો આવેલા છે અને આ ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર 2 હજાર કરોડ જેટલું છે.ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે એક માસથી બ્રાસ ઉદ્યોગ બંધ રહેવાના કારણે આશરે 175 કરોડનું નુકસાન થયુ છે.
********
*છોકરીને માતા અને કાકાએ સળગાવી નદી કિનારે દફન કરી દીધી*
રાજસ્થાનના પાલી જિલ્લામાં કથિત ઓનર કિલિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. જ્યાં 16 વર્ષીય એક છોકરીની હત્યા માત્ર એટલા માટે કરી દેવામાં આવી કારણ કે તે અન્ય જાતિના છોકરાને પ્રેમ કરતી હતી. છોકરીની પહેલા માતા અને કાકાએ ગળુ દબાવી હત્યા કરી નાખી બાદમાં મૃતદેહને આગ લગાવ્યા બાદ અડધી સળગેલી સ્થિતિમાં નદી કિનારે દફન કરી નાસી ગયા હતા.ત્રણ મહિના પહેલાં ઘરેથી ભાગી ગઈ હતી
********
*તાપમાન વધવાની સાથે 88% સુધી ઘટી જશે કોરોનાનું સંક્રમણ*
તાપમાનમાં વધારો થતાં કોરોના ચેપમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે દેશની જાણિતી ટોચની સંસ્થાના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરાઈ છે. નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરેરાશ દિવસના તાપમાનમાં વધારો અને કોરોના ચેપમાં ઘટાડા વચ્ચે 85 થી 88 ટકા વચ્ચે ઉંડો સંબંધ જોવા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેટલું ઉંચું તાપમાન વધે છે તેટલો ઓછો વાયરસ ફેલાય છે.અભ્યાસમાં વાત સામે આવીજો કે, અભ્યાસમાં આ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે
*******
*5 મે સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યમાં કોરોના વાયરસ ખતમ થઈ જશે*
જો એક અઠવાડિયામાં કોઈ નવો મામલો સામે નહીં આવે, તો હિમાચલ કોરોનાને હરાવનાર ઉત્તર ભારતનું પહેલું રાજ્ય બનશે. 5 મે સુધીમાં સારવાર હેઠળના તમામ દર્દીઓ સાજા થયા બાદ દેવભૂમિ કોરોના વાયરસથી છૂટકારો મેળવશે નિશંકપણે સીએમ જયરામ ઠાકુરની સારી વ્યૂહરચના રહી છે જનતાએ પણ સરકારની સૂચનાઓનું પાલન કરી ટેકો આપ્યો હતો.લોકો માટે મોટી રાહત સમાન રહેશે
*********
*લોકડાઉનમાં છોકરો લગ્ન કરીને દુલ્હન લઈને આવ્યો*
ગાઝીયાબાદ લોકડાઉન દરમિયાન એક વ્યક્તિ શાકભાજી અને કરિયાણું લેવા બજારમાં નીકળ્યો હતો પરંતુ જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે પત્નીને સાથે લઈને આવી ગયો. લગ્નની આ અજીબોગરીબ ઘટના ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ જિલ્લાની છે.અચાનક દુલ્હનને ઘરમાં જોઈ માતાનાં હોશ ઉડી ગયા ગાઝીયાબાદ જિલ્લાના સાહિબાવાદ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન અચાનક દુલ્હનના ઘરે આવવા પર યુવકની માના હોશ ઉડી ગયા
**********
*કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રીએ ગળેફાંસો ખાધો*
બી.ઇ.નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું હતું, ફી પણ ભરી દીધી હતી
જામનગર. જામનગરના કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રી રિદ્ધિ (ઉ.વ.24)એ બુધવારે સાંજે ધ્રોલમાં પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. રિદ્ધિ કેનેડા અભ્યાસ કરતી હતી. લોકડાઉનમાં અભ્યાસ માટે કેનેડા ક્યારે જવાનું થશે તેવી ચિંતામાં પગલું ભર્યાનું પોલીસ તપાસ બહાર આવ્યું છે.
*******
*યૂટ્યૂબ પર 10-દિવસ સુધી દુનિયાભરની ફિલ્મો ફ્રીમાં*
નવી દિલ્હીઃ YOUTUBE દ્વારા ટ્રિબેકા એન્ટરપ્રાઈઝીઝ સાથે મળીને “We Are One” ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 10 દિવસ સુધી વિશ્વભરની નવી નવી ફિલ્મો દેખાડવામાં આવશે. લોકડાઉન દરમિયાન શરુ કરવામાં આવેલી આ પહેલ યૂઝર્સને ખૂબ પસંદ આવશે. ખાસ વાત એ છે કે આ ફેસ્ટિવલ અંતર્ગત નવી અને ક્લાસિક ફિલ્મો બતાવવામાં આવશે
********
*સુરતમાં હડકાયેલા કૂતરાએ સાતને બચકાં ભર્યા*
સુરત. કોરોનાની મહામારીને કારણે લોકડાઉન હોવાથી પોલીસની સાથે એસઆરપી અને ટીઆરબી જવાન અઠવાલાઇન્સની પોલીસ કમિશનર કચેરીની બહાર બંદોબસ્તમાં ઊભા હતા. આ દરમિયાન રસ્તા પર રખડતા શ્વાને એસઆરપી જવાન ઈશ્વર લલ્લુ સોલંકી અને ટીઆરબી જવાન મનહર રૂપસીંગ સહિત 7 જણાને પણ બચકું ભરી ત્યાંથી હેડ કવાર્ટર તરફ ચાલી ગયુ
*********
*રિલાયન્સના અધિકારીઓના પગારમાં કાપ; મુકેશ અંબાણી પગાર નહીં લે*
મુંબઈઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ઉદ્યોગક્ષેત્રને કારમો ફટકો પડ્યો છે. આને કારણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના મોટા ભાગના કર્મચારીઓના પગારમાં 10થી લઈને 50 ટકા સુધીનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે અને કંપનીના ચેરમેન તથા સૌથી શ્રીમંત ભારતીય મુકેશ અંબાણી એમનો સંપૂર્ણ પગાર જતો કરશે.
*********
*સરકાર કદાચ સૈન્ય ખર્ચમાં કાપ મૂકે 80,000 કરોડ બચી શકે*
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટને લીધે કેન્દ્ર સરકાર આર્થિક તંગી અનુભવી રહી છે.. આવી સ્થિતિમાં સરકાર સેનાના ખર્ચમાં કાપ કરે એવી શક્યતા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાપ 40 ટકા સુધીનો હોવાની શક્યતા છે. જોકે સરકારે આ કાપને સેનાની સેલરીને આનાથી અલગ રાખવાનો નિર્ણય લીધો છે. સેનાના અન્ય ખર્ચાઓમાં 20થી 40 ટકાનો કાપ મૂકાવાની શક્યતા છે. સંરક્ષણ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ આ વાત જણાવી હતી. જો સરકાર ખર્ચમાં 20 ટકા સુધીનો કાપ મૂકે તો રૂ. 40,000 કરોડ સુધીની બચત થશે. આ સિવાય 40 ટકા કાપ મૂકવામાં આવશે તો રૂ. 80,000 કરોડની બચત થશે.
*******
*છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 313 કેસ: 249 અમદાવાદના*
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે રીતસરનો હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કેસો સતત વધતા જઈ રહ્યા છે. આગામી 3 મેના રોજ વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા બીજા લોકડાઉનની અવધી પૂર્ણ થઈ રહી છે. ચર્ચા એવી પણ છે કે રાજ્ય સરકાર દ્વારા 3 મે બાદ અમૂક છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ સ્થિતિ ખેરેખર ચિંતાજનક બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તંત્ર પણ ખડેપગે છે પરંતુ સતત વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે.નવા 313 કેસોમાંથી 249 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. વડોદરામાં 19, સુરતમાં 13 અને ગાંધીનગર જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આણંદમાં-3, અરવલ્લીમાં-1, ભાવનગરમાં-4, દાહોદમાં-1, ગાંધીનગરમાં-10, મહેસાણામાં-3, સુરતમાં-13, વડોદરામાં-13 કેસ નોંધાયા છે.
********
*મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કર્યા મોટા ફેરફાર*
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ મોટી ફેરબદલી કરીછે.પાર્ટીના મહાસચીવ અને પ્રદેશ પ્રભારી બાબરીયાને હટાવી દીધા છે. તેમની જગ્યાએ મુકુલ વાસનિકને જવાબદારી સોંપાઈ છે. આ ફેરબદલીને પ્રદેશની 24 સીટો પર થનારી પેટા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. 24 સીટો પર જીતની રણનીતિ તૈયાર કરવા માટે હવે કમલનાથને મુકુલ વાસનિકનો સાથ મળશે.
*2019માં હાર બાદ દીપક બાબરિયાએ પ્રભારી પદથી આપ્યું રાજીનામું*
આ પહેલા 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર દીપક બાબરિયાએ પ્રદેશ પ્રભારી પદથી પોતાનું રાજીનામું આપ્યું હતું. પરંતુ પાર્ટીએ તે સ્વીકાર્યું નહોતું. હવે સવા વર્ષપછી કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ પ્રભારી પદથી બાબરિયાને હટાવીને મુકુલ વાસનિકને પ્રદેશ પ્રભારીનું કમાન સોંપ્યું છે. કોંગ્રેસ પાર્ટીની કોશીશ છે કે તેઓ 24 વિધાનસભા પર થનારી પેટા ચૂંટણીમાં વધારેને વધારેસીટો જીતીને ફરીથી સત્તા ઉપર વાપસી કરે. આ માટે હવે કમલનાથ અને મુકુલ વાસનિકની જોડી હવે રણનીતિ તૈયાર કરશે.
*દિપક બાબરિયા અને કમલનાથની વચ્ચે સમન્વયનો અભાવ*
દિપક બાબરિયા અને કમલનાથની વચ્ચે સમન્વયનો અભાવ જોવા મળી રહ્યો હતો. કાર્યકર્તાઓ પણ બાબરિયાને લઈને થોડા અસંતોષ હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ રીવા અને વિદિશામાં તેમની સાથે ગેરવર્તન કરાયું હતું.
*કોંગ્રેસમાં અત્યારસુધી પાર્ટીના ત્રણ મોટા ચહેરા હતા. કમલનાથ*, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા. સિંધિયા પાર્ટી બદલીને બીજેપીમાં જતા ખાલી જગ્યાને ભરવા માટે મુકુલ વાસનિક પર કોંગ્રે પાર્ટીએ ભરોસો બતાવ્યો પરંતુ એવામાં હવે જોવાનું એ રહેશે કે શું વાસનિક પ્રદેશમાં પાર્ટીનો ચહેરો બની શકશે. સાથે જ ગ્વાલિયર ચંબલ વિસ્તારોમાં સિંધઇયાની ખાલી થયેલા સ્થાનને ભરી શકશે. જો એવું થસે તો આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બીજેપી માટે મોટી મુશ્કેલી જરૂર બની શકે છે.
*********
*CM વિજય રૂપાણીએ કરી જાહેરાત*
ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજનોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ગુજરાત કોરોનાના મહાસંકટ સામે લડશે અને જીતશે. સાથે જ તેમણે ગુજરાતના સ્થાપના દિવસે દરેકે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા સંકલ્પ લેવા અપીલ કરી અને વિજયસંકલ્પના નામથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા આહવાન કર્યું. આ માટે રાજ્ય સરકારે સ્પર્ધાનું આયોજન કર્યું છે. 1 થી 7 મે સુધી આ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે.
*એપીએલ કાર્ડ ધારકોને રાશન અપાશે*
સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે ફરીથી એપીએલ કાર્ડ ધારકોને રાશન અપાશે. 7થી 10 મે દરમિયાન રાજ્યના 61 લાખ જેટલા એપીએલ કાર્ડ ધારકોને ફરીથી 10 કિલો ઘઉં સહિતના અનાજનું વિતરણ કરાશે. તો મા અમૃતમ અને મા વાસ્તસ્ય યોજના હેઠળ ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજનોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ગુજરાત કોરોનાના મહાસંકટ સામે લડશે અને જીતશે.
*ગુજરાતના સ્થાપના દિવસ માટે કરી આ અપીલ*
સાથે જ તેમણે ગુજરાતના સ્થાપના દિવસે દરેકે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા સંકલ્પ લેવા અપીલ કરી અને વિજયસંકલ્પના નામથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા આહવાન કર્યું. આ માટે રાજ્ય સરકારે સ્પર્ધાનું આયોજન કર્યું છે. 1 થી 7 મે સુધી આ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે.
😷😷😷😷😷😷😷