ગંગાના ખોવાયેલ ગૌરવને પુનર્સ્થાપિત કરવાનું એક ગુજરાતીએ બીડું ઝડપ્યું.
ગંગાના ખોવાયેલ ગૌરવને પુનર્સ્થાપિત કરવું આપણું કર્તવ્ય છે. એમાં ગુજરાતના હિરેનભાઈ પટેલ અતુલ્ય ગંગા સાથે જોડાઈને અતુલ્ય ઈતિહાસ સર્જવા માટેના મંડાણ શરૂ કરી દીધા છે. અતુલ્ય ગંગા દ્રારા અમદાવાદના 63 વર્ષીય હિરેન પટેલ અને પ્રયાગરાજથી રિટાયર્ડ આર્મીમેન ગંગા પરિક્રમામાં જોડાયા છે. ગંગા ગૌરવની ભવ્યતાને પુનર્સ્થાપિત કરવા માટે એક ભવ્ય ગંગા મૈયાની પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો. અને પરિક્રમા સાથે ગંગાની સફાઈનું આ કર્મેવીરે બીડું ઝડપ્યું છે.
હિરેનભાઈનું કહેવું છે કે, ભારત સરકારે મહત્વના પ્રોજેક્ટ માટે “દેશની કરોડરજ્જૂ સમાન ગંગાની કાયાકલ્પને કરવાની પણ પ્રતિક્રિયા આપી છે. અને
અતુલ્ય ગંગા લોકોની પહેલ છે, તેમાટે આશરે 6000થી વધુ કિલોમીટર ચાલીને પુરી કરાશે. જેમ બને તેમ વધુ લોકોને જોડવાની યોજના હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે ઘણાં ઓછા લોકો કાયમી પરિક્રમા કરશે. હાલમાં આ પરિક્રમા આશરે 5100 km પગે ચાલીને રસ્તામાં અનેક જગ્યાએ વૃક્ષો વાવી અને માંગંગા પાણીના સેમ્પલ લઈને તેના ટેસ્ટિંગ કરી રસ્તામાં આવતા ગામોમાં ગ્રુપ મિટિંગો કરી લોકોને જાગૃત કરવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસ મહામારીને કારણે અને લોકડાઉનનાં હિસાબે આગળ જવાની પરમીશન સરકાર તરફથી ના મળવાના લીધે ગંગોત્રીધામથી યાત્રાને વિરામ અસપવામાં આવ્યો છે, હવે પછી ત્યાંના રસ્તા અને મંદિરો ખુલતાં સપ્ટેમ્બર ના પહેલા અઠવાડિયામાં આ યાત્રા પુનઃ ગંગોત્રીધામથી શરૂ કરવામાં આવશે, અને બે મહિનામાં માં ગંગાના ઉદગમસ્થાન સુધી પહોંચીને પુનઃ આ પરિક્રમાં પ્રયાગરાજમાં પુરી કરવામાં આવશે. તેથીજ આપણી ફરજ બને છે કે માં ગંગાને સ્વચ્છ રાખીયે.