નર્મદા જિલ્લામાંઆજે કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા, એક નું મોત
સરકારી ચોપડે અત્યાર સુધીમાં કૂલ 16ના મોત
જયારે સ્મશાન ગૃહમાં કૂલ 206ના અગ્નિ સંસ્કાર કરાયા!
રાજપીપલા,તા 23
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર
ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક નું મોત નીપજ્યું છે.
જોકે સરકારી ચોપડે અત્યાર સુધીમાં કૂલ 16ના મોતબતાવાયા છે જયારે જયારે સ્મશાન ગૃહમાં કૂલ 206ના અગ્નિ સંસ્કાર કરાયા છે !
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૯ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૨૫ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૩૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૬ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૪૧, CHC ખાતે ૦૩ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૬ દરદીઓ સહિત કુલ-૨૨૫ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૭૦૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૮૩ સહિત કુલ-૧૨૮૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૪૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૬ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૩ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૬,૨૨૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૪૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૮૫૬૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૩૨૨૭ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા