પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપરહાઇવા ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત

પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપરહાઇવા ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત

રાજપીપલા, તા 22

નાંદોદ તાલુકાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર હાઇવા ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ આમલેથા પોલીસ મથકે નોંધાઈ છે.

જેમાં ફરિયાદી જયેશકુમારરણછોડભાઈ શર્મા( ઉવ ૩૪ ધંધો નોકરી હાલ રહે અલીખેરવા ગામ (બોડેલી) તા.બોડેલી જી.છોટાઉદેપુર મુળ રહે તેજગઢ તા.જી છોટાઉદેપુર)એ આરોપીહાઈવા ટ્રક નંબર U 21 W9842 ના ચાલકસામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત અનુસાર આરોપીએ પોતાના કબજાની હાઈવા ટ્રક નંબર GJ 21 W9842 ની પુરઝડપે
અને બેફિકરાઇપણે હંકારી લાવી એકટીવા નંબર GJ 16 G 6348ની સાથે પાછળથી ટકકર મારી એકસીડન્ટ કરી એકટીવા
ચાલક ગૌરીશંકર ખુશાલભાઈ શર્મા( ઉવ ૫૦ )ને માથામાં ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળ ઉપરજ મોત નિપજાવી ગુનો કરતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા