*તાઉ’તે વાવાઝોડાથી વીજ સંલ્ગન નુકસાનને પહોંચી વળવા અમદાવાદ UGVCLના ૪૧ ઇજનેરો, ૪૫ ટીમ સ્ટાફ ,૨૪ કોન્ટ્રકટર ની ટીમ ૨૪ કલાક ખડેપગે*
અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આવેલા વાવાઝોડા પવન અને ભારે વરસાદથી જિલ્લામાં વીજ પ્રવાહમાં ગતિરોધ થયો હતો.મોટી સંખ્યામાં વીજ લાઈનોને નુકશાન અને થાભલા પડી જવાના કિસ્સા ની ફરિયાદો યુ.જી.વી.સી.એલ સાબરમતી વર્તુળ કચેરી નાં તાબા હેઠળની સાબરમતી, બાવળા, બોપલ વિભાગીય કચેરીને મળી હતી.
આ તમામ નુકસાનને યુધ્ધના ધોરણે પહોંચી વળવા અને સમગ્ર પરિસ્થિતિની પૂર્વવત કરવા અમદાવાદ યુ.જી.વી.સી.એલ.ની ટીમો કાર્યરત બની છે.
સાબરમતી વર્તુળ કચેરીના યુ. જી.વી.સી.એલ ના અધિક્ષક ઈજનેર દ્વારા વિગતો આપતાં જણાવ્યું હતુ કે, અમારા વિભાગીય વિસ્તાર માં અમદાવાદ જિલ્લા હેઠળ બાવળા, દસ્ક્રોઈ, ધંધુકા, ધોલેરા, અને ધોળકા,સાણંદ, વિરમગામ અને માંડલ તાલુકા અને તે વિસ્તાર ના ગામડાઓ નો સમાવેશ થાય છે . આ બધાજ ગામડા વાવાઝોડા ના અસરગ્રસ્ત વિસ્તારો માં આવે છે,તે મુજબ ગતરોજ આવેલા પવન અને ભારે વરસાદ માં સંખ્યાબંધ ગામોની વીજ પ્રવાહ બંધ થવાની ફરિયાદો અમને મળી હતી.
આ ફરીયાદો મળતા ૪૧ ઇજનેરો ,૪૫ ટીમ સ્ટાફ , અને ૨૪ ટીમ કોન્ટ્રાકટર ની ટીમો વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરવાની કામગીરીમાં કાર્યરત કરાવી દેવામાં આવી હતી. જેમાં અમારી ટીમ ને સફળતા પણ મળી છે. અમારી ટીમ દ્વારા ૧૪ સબ સ્ટેશન, ૨૯૩ ફીડર માંથી કુલ ૨૨૮ બિન ખેતી ફીડરો ચાલુ કરી દીધા છે.
તદુપરાંત અમદાવાદ જિલ્લાની ૬૧ કોવિડ હોસ્પિટલ અને ૧૧ ઓક્સીજન પ્લાન્ટ ને અવિરત વીજ પુરવઠો મળે તે માટે નું સુદ્રઢ આયોજન હાથ ધર્યું હતું.
હોસ્પિટલ ને ડી.જી.સેટ થી પાવર તત્કાલીન ચાલુ રહે તેનું પણ સતત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે બોપલ, ઘુમા, શેલા, શીલજ નરોડા,કઠવાડા, વિગેરે શહેરી વિસ્તારો માં ત્વરિત વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરેલ છે.
સાબરમતી સર્કલમાં અમદાવાદ જિલ્લાના ૪૨૨ ગામો અને દરેક જીઆઈડીસી માં વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે.બાકીના તમામ ગામો ની ફરિયાદોના નિવારણ માટે અમે આવતી કાલ ૧૨ વાગ્યા સુધીમાં પાર પાડવાનું ધ્યેય રાખ્યો છે.
………………………………….