નિર્ભયા કેસમાં આજે દોષીઓ માટે ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નિર્ભયાના દોષીઓને 3 માર્ચના રોજ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આજે ફાંસીની તારીખ નક્કી કરવા માટે પટીયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટએ 3 માર્ચની તારીખ ફાંસી માટે નક્કી કરી છે. 3 માર્ચના રોજ સવારે 6 કલાકે નિર્ભયાના દોષીઓને ફાંસીએ લટકાવવામાં આવશે. આ નિર્ણય બાદ નિર્ભયાના માતાએ ખુશી વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે હજુ પણ નિર્ભયાના દોષીઓ પાસે વિકલ્પ બાકી છે. તેવામાં જોવું રહ્યું કે 3 માર્ચના રોજ દોષીઓને ફાંસી થશે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, હાલ નિર્ભયાના ત્રણ દોષિતો વિનય, મુકેશ અને અક્ષયના તમામ કાયદાકિય વિકલ્પ ખતમ થઈ ચૂકયા છે. પરંતુ ચોથા આરોપી પવનની પાસે હજુ પણ કયૂરેટિવ અને દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. જોકે ૫ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે દોષિતોને તમામ કાયદાકિય વિકલ્પોના ઉપયોગનું અલ્ટીમેટમ આપી દીધું હતું પરંતુ આ અવધિની વચ્ચે દોષી પવન તરફથી કોઈ અરજી દાખલ નથી કરવામાં આવી. હવે પવન આ વિકલ્પનો ઉપયોગ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.