*શ્રમદાન કરી સાફ-સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ*
સુરત, સંજીવ રાજપૂત: “નિર્મળ ગુજરાત ૨” અંતર્ગત પુણા પ્રાથમિક શાળા પાસે ‘સફાઇ મહાઝુંબેશ’ અન્વયે રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્વયં શ્રમદાન કરીને સાફ-સફાઈ કરી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને જન આંદોલનમાં પરિવર્તિત કર્યો છે
ત્યારે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌને “સ્વચ્છતા અભિયાન” માં જોડાવા તેમજ એકમેકના સહયોગથી ‘નિર્મળ ગુજરાત, સ્વચ્છ કામરેજ’ની પરિકલ્પનાને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો…