ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ના ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન દર્દીઓના સગાવહાલા, કોરોના વોરિયર્સ તરીખે દેશના સૈનિકો ની જેમાં સતત સેવાઓ આપનાર ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય અને વર્ગ 4 ના કર્મચારીઓને મળી તેમની સેવાઓને બિરદાવી હતી અને તેમના પ્રશ્નોને સમજ્યા હતા અને જરૂરી સૂચનો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી. આજ રીતે 1 થી 4 લોકડાઉન દરમ્યાન ખડેપગે સેવાઓ આપનાર પોલીસ વિભાગના જવાનોને મળી અભિનંદન આપ્યા હતા તેમજ સેવાઓ આપનાર સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યકત કર્યો હતો.
શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.