રાજપીપલા સહીત નર્મદામા કોરોના કાળમાં મોતના સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય
નર્મદામા છેલ્લા 35 દિવસમાં કૂલ 137ના અગ્નિ સંસ્કાર કરાયા
એપ્રિલમા 113અને મેં માસમાં પાંચ દિવસ મા 23ના મોત
છેલ્લા 35 દિવસમા સૌથી વધુ રાજપીપલા ના 27મોત, ડેડીયાપાડા મા 26ના મોત
રાજપીપલા, તા 5
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા કોરોના કાળમાં મોતના સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 35 દિવસથી મોતનો સિલસીલો ચાલુ છે. એક પણ દિવસ મોત ના થયું હોય એવું બન્યું નથી. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 35 દિવસમાં કૂલ 137ના અગ્નિ સંસ્કાર કરાયાછે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિદ મા દર્દીઓ દાખલથાય છે જેમાં ઘણા સાજા પણથાય છે પણ ઘણા દમ પણ તોડે છે.
નર્મદામા એપ્રિલમા 113અને મેં માસમાં પાંચ દિવસ મા 23ના મોત થયાબાદ રાજપીપલા સ્મશાન ગૃહ મા અગ્નિસંસ્કાર કરાયા છે
છેલ્લા 35 દિવસમા સૌથી વધુ રાજપીપલા ના 27મોત, ડેડીયાપાડા મા 26ના મોત, સાગબારા 10,નાંદોદ 18,તિલકવાડા 08,સાગબારા 10,ગરુડેશ્વર 08અને અન્ય ગામ જિલ્લાઓ મા થી નર્મદામાંઆવ્યા હોય તેવા અન્ય 30નો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં નર્મદા મા 3372 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 50ની એવરેજથી કેસો મા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા