નર્મદા જિલ્લામાં રાજપીપલા કોવિડ-હોસ્પિટલ ખાતે મંજુર થયેલ ઓકસિજન પ્લાન્ટ
આગામી એક માસની અંદર કાર્યરત થઇ જશે

નર્મદા જિલ્લામાં રાજપીપલા કોવિડ-હોસ્પિટલ ખાતે મંજુર થયેલ ઓકસિજન પ્લાન્ટ
આગામી એક માસની અંદર કાર્યરત થઇ જશે
જિલ્લા પ્રભારી મંત્રીબચુભાઇ

ટુંક સમયમાં જ રાજપીપલા ખાતે RTPCR લેબની પરિક્ષણની કામગીરી પણ શરૂ કરાશે

રાજપીપલા,તા 1
ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને પશુ સંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેકટરાલય ખાતે વૈશ્વિક કોરોના મહામારીની જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતને અનુલક્ષીને જિલ્લા વહિવટીતંત્ર – આરોગ્યતંત્ર સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી અને જરૂરી આંકડાકીય વિગતોથી વાકેફ થઇ જિલ્લા પ્રસાશનને તે અંગે ખાબડે “ટીમ નર્મદા” ને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

અને જણાવ્યું હતું કે એક હજાર ગેસના બોટલ માંગ્યા હતા તે પૈકીના આજે ૩૦૦ આવી ગયા છે રેમડેસિવર ઇન્જેકશનો, દવાઓ, બેડની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથોસાથ આ જિલ્લામાં RTPCR ટેસ્ટ માટે લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. ઓકસીજન માટેનું પણ સેન્ટર એકાદ મહિનાની અંદર HPCL કંપની શરૂ કરી રહી છે. નાના-મોટા લાઇટના પ્રશ્નો હતા તેને પણ અંડરગ્રાઉન્ડ લાઇન કરી રહયાં છે અને તેના માટે રાજય સરકારે ૯૬ લાખ રૂપિયા મંજૂર કર્યા છે.
આમ, મારી પૂરી ટીમ આ કામ કરીને મારો નર્મદા જિલ્લો રોગમુકત થાય અને દરેક ગામ પણ ચિંતા કરે કે બીજા ગામનો માણસ મારા ગામમાં ન આવે અને ગામનો માણસ ગામમાં રહે અને ગામ પણ સર્વે કરીને આગેવાનોની ૧૦ જણની ટીમ બને અને તે ટીમના માધ્યમથી પણ તેની તપાસ કરીને કોઇ સંક્રમિત જણાય તો પ્રાથિમક શાળામાં મોકલી આપીને તેની પણ સારવાર થાય તે રીતના અભિયાન અંતર્ગત જિલ્લાની ટીમ કામ કરી રહી હોવાનું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
જિલ્લા પ્રભારી મંત્ર બચુભાઇ ખાબડે વધુમાં જણાવ્યું હતું કે, ઉકત કામગીરી માટે જિલ્લાની ૬૮૭ જેટલી ટીમોનું આયોજન કર્યુ છે. તેમની સાથે અમારા સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકો બધા સાથે મળીને એક એક ઘર સુધી પાંચેય તાલુકાઓમાં અને શહરેની અંદર પ્રવાસ કરીને તા. ૧ લી મે થી લઇને તા. ૧૫ મી મે સુધી આ અભિયાનને પાર પાડવા માટે મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર વહીવટીતંત્રના અધિકારીઓએ પણ તેના માટે ખૂબ પહેલ કરી છે. અને તેના માટે આ જિલ્લાના અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છે કે આ જિલ્લાની અંદર ઓકસિજનની પૂરતી વ્યવસ્થા છે તેના માટે પ્રભારી સચિવએ પણ તેની ચિંતા કરી છે

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા