*વાજતેગાજતે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો*

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યો હતો.વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખંભીસર ગામે ખડકી દેવાયો હતો.નવ મહિના અગાઉ ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો કાઢાતા તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહલિાઓ દ્વારા રસ્તાઓ ઉપર ભજન કિર્તન કરી વરઘોડો રોકવાના અને પથ્થરમારા સહતિની ઘટનાઓ પણ બની હતી.