*સુરત ગુજરાતમાં દવાનું મસમોટું કૌભાંડ, 8 દવાઓનાં સેમ્પલ ફેઈલ*

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો એક ચોંકાવનારો દાખલો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે મળતી દવાની યોજનાનો મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં સરકારી હોસ્પિટલો દ્વારા પાંચ લાખ દર્દીઓને 8 પ્રકારની જે દવા આપવામાં આવી હતી તે દવાઓ બિનઅસરકારક હતી. અને રિપોર્ટ આવ્યા પહેલાં જ આ દવાઓ દર્દીઓને આપી દેવામાં આવી હતી. સિવિલ તંત્રની આ પોલ ખૂલતાં જ ભારે ચકચાર મચી જવા પામી છે.