ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન કરતા નર્મદાવાસીઓ.
એક મહીનો લીમડાના રસનું સેવન કરવાથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે
કોરોનામા પણ સેવન ગુણકારી
ગુણકારી લીમડાના અનેક ફાયદા
રાજપીપલા, તા 16
હાલ ચૈત્ર માસ ચાલી રહયો છે. ચૈત્રમાસમાં લીમડાના રસનુ સેવન કરવાનો રિવાજ છે, તેથી નર્મદા વાસીઓ ચૈત્રમાસમાં લીમડાના રસનું સેવન કરતા થયા છે.ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બે-રૂતુઓ ની સંઘી થાય છે. તેનાથીશરદી, ખાંસીસ્વાઈન ફલૂ ઉપરાંત પાચન શક્તિ નબળી પડી જાય છેતેથી ઘણા રોગો થવાની શક્યા છે. તેથી મોટે
ભાગે લોકો ચૈત્ર માસમાં લીમડાના રસનુ સેવન કરે છે. તેનાથી કફ, પીત્ત, અને વાતની બીમારીથી બચી શકાય છે.
આયુર્વેદમાં કહેવાયું વાયુ છે કે જેના ઘર આંગણે લીમડો હોય તેના ઘરે કદી બીમારી આવતી નથી.લીમડાના કડવાસથી
મચ્છરો તેમજ બેકટેરીયા ,જીવજંતુઓનો નાશ થાય છે. અને વાતાવરણ શુદ્ધ બને છે. આજે પણ ગામડાના લોકો
લીમડાનું દાતણ કરે છે. લોકો ચૈત્ર માસમાં લીમડાના પાન તોડી લાવે છે અને તેને પાણીથી ધોઈ તેને છૂંદીને તેનો રસ
ગાળીને લીમડાનો રસ પીવે છે.
નર્મદાના આયુર્વેદ અધિકાર ડો.નેહા પરમાર જણાવે છે કે ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બેઋતુઓ ની સંઘી થાય છે. તેનાથી શરદી, ખાંસી, સ્વાઇન ફલૂ ઉપરાંત પાચન શકિત નબળી પડી જાય છે, તેથી ઘણા રોગો થવાની
શક્યા છે, ડાયાબીટીઝ વાળા દર્દીઓ માટે પણ લીમડાના રસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શકિત જેનીઘટી
ગઇ છે તેને ઘણો ફાયદો થાય છે. ૧૫ થી ૨૦ મીલી ની માત્રામાં લીમડાના રસનુ સેવન ૭થી૧૦ દીવસ સુધી
કરવાથી રોગો થવાની સંભાવના ઘટી જાય છે.
હાલ લોકો ઘરે ઘરે લીમડાના પાન તોડી લાવી તેમાથી રસ બનાવી લીમડાના રસનું સેવન કરતા થયા છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપલા