સુરતમાં નમો કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ
કોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે :પાટીલ
સી.આર.પાટીલે આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મૂકીને પાટીલે ઈન્જેક્શન મુદ્દે પ્રતિક્રિયા આપી હતી કાયદેસર રીતે લોકોના જીવ બચાવવા પ્રયાસ કર્યા હતા
કપરા સમયમાં એક બીજા પ્રત્યે માત્ર દયા અને મદદ કરવામાં મદદ મળશે: નીરવ શાહ
સુરતમાં આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મૂકીને પાટીલે ઈન્જેક્શન મુદ્દે પ્રતિક્રિયા આપી હતી પ્લેગ વખતે 10 લાખની ટ્રેટાસાયક્લોનની દવા વિતરીત કરી ત્યારે કોંગ્રેસ કંઈ નહોતું બોલી-પાટીલ કોરોના સંક્રમણ વધતા ગંભીર દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાય છે. ત્યારે ભાજપ કાર્યાલય પરથી લોકોને મફતમાં આપવામાં આવેલા ઈન્જેક્શનને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ થાય તેવી માંગ કરીને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે કેસ નોંધી કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમગ્ર ઈન્જેક્શન મુદ્દે મૌન તોડતા કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે ઈન્જેક્શન મેળવીને લોકોને આપવામાં આવ્યા છે. કોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે
સિવિલમાં કોરોનાના દર્દીઓના મુખ્યમંત્રીએ પૂછ્યા ખબર-અંતર
મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં એડમિટ કોરોના સંક્રમિત દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો અમદાવાદ, રાજકોટ તથા વડોદરાની સિવિલ હોસ્પિટલની સ્થિતિની પણ સમીક્ષા કરી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબોનો ઉત્સાહ વધારી દર્દીઓને ચેટીચાંદની શુભેચ્છા પાઠવી હતી મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલના તબીબો અને કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કર્યો હતો.
આજે કુંભ શાહી સ્નાનમાં 20 લાખ શ્રદ્ધાળુ ઊમટી પડે એવી શક્યતા
દેશમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે; તો હરિદ્વારમાં આયોજિત કુંભમાં લાખોની ભીડ એકઠી થવાને પગલે માનવામાં આવે છે કે આ મેળો સુપર સ્પ્રેડર બની શકે છે. મેળા પ્રશાસનના અનુમાન મુજબ, હાલ હરિદ્વાર કુંભમેળા વિસ્તારમાં લગભગ 1.5 લાખ લોકો હાજર રહ્યા છે, પરંતુ પ્રશાસનના જણાવ્યા મુજબ, 14 એપ્રિલે શાહી સ્નાનના દિવસે ભીડ 20થી 25 લાખ સુધી પહોંચી શકે છે
નવા ચૂંટણી કમિશ્નર તરીકે સુશીલ ચંદ્રાએ ચાર્જ સંભાળ્યો
સુનીલ અરોડાનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત ભારતીય ચૂંટણી પંચે સુશીલ ચંદ્રાને આગામી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કર્યા છે. મંત્રાલયના એક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ચંદ્રાએ કાર્યભાર ગ્રહણ કરી લીધો છે. તે 14 મે 2022 સુધી આ પદ સંભાળશે.
સિંધી સમાજ દ્વારા ચેટીચંડની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ
સુરતમાં સહિત દેશભરમાં ચેટીચંડની સાદગીપૂર્ણ ઉજવણી જોવા મળી હતી સુરત સહિત જિલ્લાભરમાં ચૈત્રી એકમને દિવસે મરાઠી અને સિંધી પરિવારોમાં ઉત્સવ ઉજવાતો હોય છે. સિંધી પરિવારો ચૈત્રી એકમને દિવસે તેમના ઈષ્ટદેવ ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ઝુલેલાલ મંદિરથી નગરમાં વરઘોડો નીકળતો હોય છે. જોકે આ વરસે કોરોના મહામારીને કારણે તમામ પ્રકારની ઉજવણીઓ બંધ રાખવામાં આવી છે
વેક્સિન લીધા પછી પણ સાવધાન
નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે. આ સંસ્થાનના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે રસી લેનારી વ્યક્તિને કોરોનાથી ખતરો ઘટી જાય છે. અથવા તો કોરોના થાય પછી ગંભીર સ્થિતિ મોટાભાગે આવતી નથી.
જોકે, એ વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે. વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે.
RT-PCR ટેસ્ટને પણ દગો આપી રહ્યો છે ઘાતક વાયરસ લક્ષણો હોવા છતા રિપોર્ટ આવી રહ્યાં છે નેગેટિવ
કોરોના મહામારીની બીજી લહેર પહેલા કરતા વધુ ખતરનાક છે. તેનું એક કારણ એ છે કે વાયરસ RT-PCR અને એંટીજન કિટને પણ દગો આપી રહ્યો છે. એટલે કે કોરોના પોઝિટિવ હોવા છતા પણ વ્યક્તિનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. આ જ કારણે સંક્રમણને નિયંત્રિત કરવુ વધુ મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલોમાં દરરોજ એવા કેસ સામે આવી રહ્યાં છે જ્યાં ગંભીર લક્ષણ વાળા દર્દીઓનો રિપોર્ટ પણ નેગેટિવ આવી રહ્યો છે. કેટલાંક કેસમાં તો બે-ત્રણ વાર ટેસ્ટ કરાવ્યા છતા સાચુ પરિણામ સામે નથી આવી રહ્યું.
હાઇકોર્ટની કડકાઈ બાદ રાજ્ય સરકાર હરકતમાં
હાઇકોર્ટની કડકાઈ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. વડોદરામાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલીકાના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે વીડિયો કન્ફરન્સથી બેઠક કરી અને જાત માહિતી મેળવી હતી. બાદમાં મેયર કેયૂર રોકડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને શહેરમાં 1,300 બેડ વધારવાની જાહેરાત કરી.તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ વડોદરામાં બેડની પરિસ્થિતિ, રેમડેસીવેર ઈન્જેકશન, એમ્બ્યુલન્સ, સ્મશાનગૃહો અંગે ચર્ચા કરી શહેરની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. મેયરે કહ્યું કે પાંચ હજાર રેમડેસિવીરનો જથ્થો મળ્યો છે. જે પૈકી ત્રણ હજાર ઈન્જેકશન ખાનગી હોસ્પિટલો ફાળવવામાં આવ્યો છે. મેયરે એમ પણ કહ્યું કે ડોક્ટરોને આડેધડ પ્રિસ્કિપસન ન આપવા સૂચના અપાઈ છે. પાલિકા 50 ટકા સ્ટાફ સાથે કામ કરી રહી છે. બજારોની દુકાનોમાં સ્ટાફ ઘટાડવા અપીલ કરાશે. અને ભીડ ભેગી થશે ત્યાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ કાર્યવાહી કરશે.
મહંતે શરૂ કરી 7 ધૂણી તપસ્યા
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. એમ પણ ભારતમાં તો કોરોનાએ માજા મૂકી છે. ત્યારે આ કોરોના મહામરીને હરાવવા માટે સૌ-કોઇ એક થઈને તેની સામે લડત ચલાવી રહ્યા છે. એવામાં રાજકોટના લોધિકા નજીક આવેલ ચાંદલી ગામ ખાતે આવેલ ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા વિશ્વમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે 7 ધૂણી તપસ્યા કરવામાં આવી હતી
40 ડીગ્રીથી વધુ તાપમાં યોજી તપસ્યા
મહંતશ્રી મહેશ્વરીનાથજી દ્વારા ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોના મહામારીથી લોકોને છુટકારો મળે અને વિશ્વ શાંતિ માટે 21 દિવસ સુધી મૌન વ્રત ધારણ કરી 7 ધૂણી તપસ્યા શરૂ કરી છે
લોકડાઉન ફેક લેટર ફેલાવનાર આરોપીની ધરપકડ
અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો હતો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદનો અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો છે.
ધોલેરા સરપંચ યુનિયને ઉચ્ચારી આંદોલનની ચીમકી
અમદાવાદ, ધોલેરા પંથકના ચાલી રહેલા મનરેગાના કામને લઈને વિવાદનો સૂર ઉભો થયો છે. ધોલેરાના ગ્રામ્ય સરપંચ યુનિયન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને મનરેગાના કામ ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
ચોમાસું અર્થાત વરસાદ સામાન્યથી સારો રહેવાનું અનુમાન
1 જૂનથી શરૂ થનાર ચોમાસું અર્થાત વરસાદ સામાન્યથી સારો રહેવાનું અનુમાન છે. હવામાનની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધરે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 907 મિમી. એવરેજ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વાનુમાન કરતાં વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થશે
લૉકડાઉનની આશંકાને પગલે પ્રવાસી મજૂરોનું પલાયન મુંબઇના રેલવે સ્ટેશન પર હજારોની ભીડ
મુંબઇમાં પ્રવાસી મજૂરોની ભીડ ઉમટી પડી રહીં છે. સીએસટી સ્ટેશન પર પ્રવાસીઓ મજૂરો વતન પરત ફરવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર નજરે ચડે છે. કોરોનાના કારણે દેશમાં કથળી રહેલી સ્થિતિ અને લોકડાઉનની આશંકાઓની વચ્ચે મજૂરો મહરાષ્ટ્રથી યુપી-બિહાર સ્થિત પોતાના વતન પરત ફરી રહ્યાં છે. રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો એકઠા થતા કોરોનાનું સંક્રમણ ફેલાવાનું ભય પણ વધ્યું છે.
ડ્રાઇવર નશામાં ધૂત હોય તો વીમા કંપનીને દાવો નકારવાનો અધિકાર: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસમાં કહ્યું કે જો ડ્રાઇવર નશામાં ધૂત હોય તો દુર્ઘટનાની સ્થિતિમાં વીમા કંપનીને દાવો નકારવાનો અધિકાર છે. શીર્ષ અદાલતે આશરે 14 વર્ષ પહેલા ઇંડિયાન ગેટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલી લગ્ઝરી પોર્શે કારના દાવાના કેસમાં આ મહત્વની ટિપ્પણી કરી છે.
કુંભમાં 35 લાખ લોકોએ કર્યું શાહી સ્નાન
દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં શાહીસ્થાન યોજાયું હતું. સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી આવેલા 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે. જોકે, કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અશક્ય બની ગયાનું સ્થાનિક સરકારી તંત્રએ કહ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ
નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યું કે, દેશમાં 89.51 ટકા લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી 1.25 ટકા મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના 9.24 ટકા એક્ટિવ કેસ છે. મંત્રાલયના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ ચિંતાનું એક મોટુ કારણ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે
કોરોનાને કારણે આપણે દૈનિક મૃત્યુને જોઈએ તો તે પણ વધી રહ્યાં છે. પરંતુ પાછલું ઉચ્ચ સ્તર 114 હતું અને વર્તમાનમાં એક દિવસની અંદર 879 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, પંજાબમાં મધ્ય ફેબ્રુઆરીમાં દરરોજ 300 કેસ સામે આવતા હતા જે વધીને ત્રણ હજાર થઈ ગયા છે. કર્ણાટકમાં એવરેજ દરરોજ 404 કેસ આવતા હતા, જે વધીને 7700 થઈ ગયા છે. છત્તીસગઢમાં સાપ્તાહિક નવા કેસ દોઢ ટકાના દરે વધી રહ્યા છે. તે 27.9 ટકાથી વધીને 28 ટકા થઈ ગયા છે. તેથી આ એક ચિંતાનું મોટુ કારણ છે.
દિલ્હીમાં દરરોજ 134 કેસથી વધીને થયા 8104
સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યોની સ્થિતિની જાણકારી આપતા રાજેશ ભૂષણે કહ્યુ કે, મધ્ય ફેબ્રુઆરીમાં મધ્ય પ્રદેશમાં એવરેજ 267 કેસ આવતા હતા તે વધીને 4900 થઈ ગયા છે. તમિલનાડુમાં સરેરાશ 450 કેસ આવતા તે વધીને 5200 થઈ ગયા છે. દિલ્હીમાં 134 કેસ આવતા તે વધીને 8 હજાર પાર પહોંચી ગયા છે. આ સાથે રાજેશ ભૂષણે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે, અહીં દૈનિક મામલા સપ્તાહ દર સપ્તાહ ખુબ વધી રહ્યો છે. અહીં કોરોનાના નવા કેસ 57000થી વધુના સ્તર પર પહોંચી ગયા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની ૨૫મીએ યોજાનારી ચૂંટણી મોકુફ
અમદાવાદ,ઉમેદવારો પણ ફાઈનલ થઈ ગયા બાદ મોકુફ કરવી પડીઃ ૧૫ મહિનાથી ટલ્લે ચડેલી ચૂંટણીને ફરી ગ્રહણગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ અંતે કોરોનાને લીધે મોકુફ કરી દેવાઈ છે.ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ ચૂંટણી મોકુફ કરવી પડી છે
યાત્રાધામ અંબાજી સૂમસામ ધંધા-રોજગાર ઉપર માઠી અસર
અંબાજી, પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી કે જ્યાં જગત જનની મા અંબા સાક્ષાત બિરાજમાન છે. માંની કૃપા અને આશીર્વાદ લેવા દેશ, વિદેશથી વર્ષે દહાડે બે કરોડથી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેથી આ યાત્રાધામ યાત્રિકોથી સતત ધબકતું રહે છે. પરંતુ કોરોનાની મહામારીએ ગ્રહણ લગાડી દીધું હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે.
એમ્બ્યુલન્સમાં ન લાવ્યા એટલે દાખલ નહીં કરીએ પ્રોફેસરે જીવ ગુમાવ્યો
અમવાદાદ વિદ્યાર્થીઓ તેમને ખાનગી વાહનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોવિડ હૉસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં તેમને દાખલ કરવાની ના પાડતા કહ્યું કે તે 108ની ઇમઆરઆઇ એમ્બ્યુલન્સમાં ત્યાં નથી લવાયા એટલે તેમને ત્યાં દાખલ નહીં કરાય. ઇન્દ્રાણી બેનર્જીએ ફિઝિક્સમાં પીએચડી કર્યું હતું અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુબંઇ અને યુનિવર્સિટી ઑફ પુનેના તેઓ ફેલો હતા ઇન્દ્રાણી બેનર્જીએ ફિઝિક્સમાં પીએચડી કર્યું હતું અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુબંઇ અને યુનિવર્સિટી ઑફ પુનેના તેઓ ફેલો હતા ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ નેનોસાયન્સિઝના ડીન પ્રો. ઇન્દ્રાણી બેનર્જી છેલ્લા બે દિવસથી શ્વાસ લઇ શકાય તે માટે વલખાં મારી રહ્યા હતા
સુરતની સિવિલમાં ઇન્જેક્શન કૌભાંડ: બારોબાર વેચી દેવાયા
દર્દીના ખોટા નામથી 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયા સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોવિડ કેર હોસ્પિટલમાં હવે માત્ર ગંભીર દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે, જ્યારે ગંભીર ન હોય તેવા દર્દીઓને બિલ્ડિંગ બહાર જ સ્ટ્રેચર પર તપાસવામાં આવે છે કલેકટરે 3000માંથી ખાનગી હોસ્પિટલોને 1200 ફાળવ્યા દર્દીદીઠ એક ઈન્જેકશન અપાયુ સુપરિન્ટેન્ડન્ટને હિસાબ ન મળતા તપાસ સોંપાઈ નિયમ મુજબ વોર્ડમાં દાખલ હોય તેમને જ ફાળવાય છે સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ ન કરાયા તેવા દર્દીઓના નામે રેમડેસિવિર ઈન્જેકશન બતાવી દઈ બારોબાર સગેવગે કરી દેવાયાનું કૌભાંડ બહાર આવ્યુ છે 150 ઈન્જેકશનનો હિસાબ ન મળતા સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે
ગુજરાત શિક્ષણ બોર્ડની ૨૫મીએ યોજાનારી ચૂંટણી મોકુફ
અમદાવાદ,ઉમેદવારો પણ ફાઈનલ થઈ ગયા બાદ મોકુફ કરવી પડીઃ ૧૫ મહિનાથી ટલ્લે ચડેલી ચૂંટણીને ફરી ગ્રહણગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ અંતે કોરોનાને લીધે મોકુફ કરી દેવાઈ છે.ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ ચૂંટણી મોકુફ કરવી પડી છે અને પહેલેથી ૧૫ મહિના ચૂંટણી મોડી થઈ છે ત્યારે હવે ચૂંટણી ફરી કેટલી મોડી થશે તે નક્કી નથી.
અંબાજી મંદિર ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ
કોરોનાના કેસમાં વધારો થતા શક્તિપીઠ ગબ્બર મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ રાખવાનો નિર્ણયકોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારાને પગલે શક્તિપીઠ અંબાજી મંદિર તેમજ બહુચરાજી માતા મંદિરના દ્વાર ૩૦ એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: સિવિલ હોસ્પિટલમાં લાગી એમ્બ્યૂલન્સની લાઈન
😷thaend😷