*બિલ્ડરના ત્રાસથી યુવાનનો આપઘાત બિલ્ડરની ધરપકડ*

રાજકોટ: શહેરના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.42)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્‍ડર જમન છગનભાઇ કનેરીયાનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાકેશભાઇએ આ બિલ્‍ડરનું ફર્નિચરનું કામ રાખ્‍યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ્યો હતો.પરંતુ બિલ્‍ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્‍યું છે