વેલછડી ગામના બસ સ્ટેન્ડ પાસે મારામારીમાં એકને ગંભીર ઇજા.
લાકડાના ડંડા વડે અને સાયકલની ચેન વડે હુમલો કરતાં એકને ગંભીર ઇજા.
ત્રણ ઇસમો સામે ફરિયાદ.
રાજપીપલા,તા.7
નાંદોદ તાલુકાના વેલછડી ગામના બસ સ્ટેન્ડ પાસે મારામારીનો બનાવ બનતા એકને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં લાકડાના ડંડા વડે અને સાયકલની ચેઈન વડે હુમલો કરતાં આ અંગે ત્રણ ઈસમો સામે ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં ફરિયાદી વિનોદભાઈ મનજીભાઈ વલવી (રહે, વેલછડી )એ આરોપી સાગરભાઈ વસાવા,વિશાલભાઈ વસાવા, અજયભાઈ વસાવા ત્રણે (રહે,ગોપાલપુરા )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી વિનોદભાઈ પોતાની એકટીવા નંબર જીજે 22 એમ 6621 લઈને પોતાના મામા સસરાના ખેતરમાં આવેલ. તે વખતે આરોપીઓએ વિનોદભાઈને એકલો જોઈ તા.4/4/21ના રોજ વેલછડી ગામમાં લગ્ન પ્રસંગમાં ઝઘડો થયેલ તેની અદાવત રાખીને આરોપીએ સાગરભાઇએ લાકડાના ડંડા વડે વિનોદભાઈને માથામાં પાછળના ભાગે એક ફટકો મારી દેતા નીચે પડી ગયો હતો. તે વખતે આરોપી વિશાલભાઈ એ સાયકલની ચેનઈવડે પીઠના ભાગે મારેલ તથા આરોપી અજયભાઈ લાકડી વડે વિનોદભાઈના શરીરે ગમેતેમ માર મારી ઇજાઓ પહોંચાડી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા