બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો વડે માર મારતા કરતા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ

દેડીયાપાડા શંભુનગર ચોકડી પાસે નવસારી સેલંબા બસના બસ ડ્રાઈવર પર જીવલેણ હુમલો.
બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો વડે માર મારતા કરતા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ.
રાજપીપળા,તા.7
શભુંનગર ચોકડી પાસે નવસારી સેલંબા બસના બસ ડ્રાઈવર પર બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કરતા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતા દેડિયાપાડા પોલીસ મથકે હમલાખોરો સામે પોલીસ ફરિયાદ થઈ છે .
જેમાં ફરિયાદી કિશોરભાઈ ટકુભાઈ સોલંકી ( હાલ રહે એ બે શ્રીજી એપાર્ટમેન્ટ નજીક હીરાબાગ વરાછા રોડ, તાજી સુરત, મૂળ રહે, વાળૂકર તા.પાલિતાણા જી.ભાવનગર )એ આરોપી નંબર વગરની મોટર સાયકલ વાળા બે ઈસમો તથા સફેદ કલરની ફોર વ્હીલ નંબર જીજે 22 એચ 2569 ઉપર આવેલા ચાર ઈસમો સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી કિશોરભાઈ તથા બીજા શહીદો નવસારી સેલંબા બસ નંબર જીજે 18 ઝેડ 3674 ની લઈને આશરે સવા ચાર વાગ્યાના અરસામાં શંભુનગર આવેલા અને સરકારી બસ સેલંબા તરફ જતા રોડ ઉપર વળાવી હતી. તે વખતે રોડ ઉપર ખાબોચિયામાં પાણી હતું. તે બસના પાછળનું વીલ પાણીમાં પડતા ત્યાં બાજુમાં એક નંબર વગરની મોટરસાયકલ પાસે બે ઇસમો ઉભા હતા.તે પૈકી એક ઇસમના બુટ ઉપર ખાબોચિયાનું પાણી પડતાં આ બે ઈસમો મા બેન સમાણી ગાળો બોલવા લાગેલા.જેથી કિશોરભાઈએ ગાળો બોલવાની ના પાડતા તેમને નંબર વગરની મોટરસાયકલ બસની આગળ મૂકી દીધી,અને ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી ફોન કરવા લાગેલા અને થોડીવારમાં ફોરવિલ ગાડી નંબર જીજે 22 એચ 2569 સફેદ કલરની ગાડી લઈને આરોપી આવેલ. તે પૈકી એક ઈસમે ડેશબોર્ડનો અને બીજા ઇસ મેં એક લોખંડની પાઇપ લઈને ફોર વ્હીલ માંથી ઉતારેલા. અને બે ઈસમો નજીકમાં ઉભા રહેલા અને આ પાઇપ વાળા સમય કિશોરભાઈ ના હાથમાંથી મોબાઇલ લઈ લીધેલ. અને બીજા બે ઈસમોએ તેઓને પકડી રાખેલ અને ડેશ બોર્ડનો ડંડા વડે કિશોરભાઈને પીઠાના ભાગે એક દંડો મારી દીધેલ અને એક ઈસમે લોખંડની પાઇપ માથામાં મારી દેતાં માથાની ચામડી ફાટી જતાં લોહી નીકળેલ અને બે ઈસમો મોટરસાયકલ ઉપર હતા તેને કિશોરભાઇ ને પકડી જ કરવા લાગે અને લોહી નીકળતાં તેઓ ગભરાઈ ને ત્યાંથી જતા જતા તેઓને કહેતા હતા કે બીજીવાર ઉપર ફરજ બજાવવા તારું આવશો તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા