*અંબાજી ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ, જય અંબેના નાદ સાથે ગુંજયું અંબાજી અને અરવલ્લીની ગિરિમાળાઓ*
અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિ ભક્તિ અને આસ્થાના ભાદરવી પૂનમ મેળાના મહાકુંભમાં દિવસે દિવસે ભક્તો નો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે રંગે ચંગે યોજાતો ભાદરવી પૂનમ ના મહામેળામાં લાખો ની સંખ્યા મા માઇભકતો અંબાજી ખાતે આવી રહ્યા છે. ભક્તો દૂર દૂર થી પગપાળા સંઘો લઈને અને સેંકડો કિલોમીટર ની પદયાત્રા કરી ભક્તો માં જગતજનની જગદંબા ના દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી છે.
ભાદરવી પૂનમનો મેળો માં જગત જનની માં અંબા ના ધામે યોજાઈ રહ્યો સાત દિવસ ના ભાદરવી મહામેલા નો આજે ચોથો દિવસ છે. અનેકો ભક્તો માં અંબા ની ભક્તિ મા લીન દૂર દૂર થી દંડવત પ્રણામ કરતા કરતા પણ અંબાજી મંદિર પહોંચી રહ્યા છે. આજે એક માઈભક્ત એવો પણ જોવા મળ્યો હતો જે વિસનગરના ઉમતાથી ચાલી અંબાજી સર્કલથી હાથો ના સહારે ચાલતો ચાલતો માતાજીના દર્શનાર્થે પહોચ્યો હતો તો બીજી તરફ અંબાજી પહોંચી એક માં એ પોતાના કુમળા બાળકને માં અંબાના મંદિરે અંબાના ચરણોમાં મૂકી આશીર્વાદ મેળવ્યા હતા. અન્ય ભક્તો તેઓની માનેલ માનતા મુજબ માં અંબાના દ્વારે પહોંચી રહ્યા છે.
આજે અંબાજી મંદિર મા અને દર્શન ની રેલીંગો ભક્તો થી ઉભરાઈ રહી છે. બોલ મારી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે ભક્તો માતાજી ના દર્શન કરી રહ્યા છે. માતાજી ના દર્શનાર્થે આવતા તમામ ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા આધુનિક સવલતો ઉભી કરવામાં આવી છે જેનો ભક્તો મનમૂકીને લાભ લેતા માં અંબાના દર્શન કરી રહ્યા છે.
ભાદરવી મહાકુંભ ના ત્રીજા દિવસે 4,89,318 ભક્તોએ દર્શન કર્યા છે. 9,88,262 ભક્તોએ કુલ ત્રણ દિવસમા દર્શન કર્યા ચર. ત્રીજા દિવસે 85,240 લોકોએ વિના મૂલ્યે ભોજનનો લાભ લીધો છે. 3,50,156 લોકોએ મોહનથાળ પ્રસાદ નો લાભ લીધો છે અને ભક્તોએ 699 ધજા મંદિરના શિખર પર ચઢાવી છે. આમ આખું અંબાજી હાલ ભક્તિમય વાતાવરણમાં છવાઈ ચૂક્યું છે.