આજના મુખ્ય સમાચારો*
*dete*
0️⃣7️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*મુખ્યમંત્રીએ લોકડાઉન અંગે સ્પષ્ટતા કરી*
લોકડાઉન અંગે મુખ્યમંત્રી સ્પષ્ટતા કરી છે કે હાલ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યા છે તેનો પણ અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. લોકોએ લોકડાઉનને લઈને ચિંતા કરવાની કોઈ જરૂરિયાત હાલ જણાતી ન હોવાની વાત કરી છે.
********
*ગુજરાત સરકાર આખી સુરતમાં*
સીએમ, ડે.સીએમ, આરોગ્ય સચિવ સહિતનાએ સુરત કલેક્ટર ઓફિસ ખાતે બેઠક કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર માટે રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. 2500 ઈન્જેક્શન રાતે 8 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશે અને ખાનગી હોસ્પિટલોને ડાયરેક્ટ જ અપાશે. જેથી લોકોને આમ-તેમ રખડવું નહીં પડે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે વધુ 800 બેડબેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે, 300 વેન્ટિલેટરની પણ જાહેરાત કરવામાં આવી છે.
લોકડાઉન: ગાંધીનગર જઈને ચર્ચા વિચારણા કર્યા પછી જરૂરી નિર્ણય કરાશે
તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.10 ધન્વંતરી રથનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ આરોગ્ય સચિવની બેઠક ને સિવિલમાં જ નીકળ્યો વાજતે-ગાજતે વરઘોડો
*********
*સુરતમાં બિલ્ડર દીપક સેવક સહિત 11 જુગારીઓ પકડાયા*
જે સાઇટ પર જુગાર રમાઈ રહ્યો હતો તે સાઇટ બિલ્ડર દીપક સેવક બનાવી રહ્યો છે.દીપક સેવક લાંબા સમયથી આ સ્થળે જુગારની ક્લબ ચલાવતો હતો
પીસીબીએ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા બિલ્ડર દીપક સેવક (રહે. અશોકનગર, ગોકુલમ ડેરી સામે, ઉમરા), જમીન લે-વેચનું કામ કરતા ઉમેશ દરબાર (રહે. મોટાલા શેરી, મહિધરપુરા), જીએસટી કન્સલ્ટન્ટ પ્રવીણ સોનાવિયા (રહે. મોટી લાલવાડી, સગરામપુરા), શાક વિક્રેતા ગોપી મહાજન (રહે. વિવેકાનંદ સોસા., ચલથાણ બજાર), દીપક પવાર (રહે. મહાપ્રભુનગર લિંબાયત),ખેડુત હરીશ પટેલ (રહે. લુહાર સ્ટ્રીટ, પાલગામ, અડાજણ), દિનેશ ડાલિયા (રહે. શક્તિ સોસા., પુણાગામ), નિલેશ રાણા (રહે. આશીર્વાદ એપા., મોટી છીપવાડ, અઠવા), ખેડુત નવીન પટેલ (રહે. કુંભાર ફળિયું, વેસુ ગામ), જમીન લે-વેચનું કામ કરતા વિજય રવજી વ્હોરા (રહે. સાશ્વત રેસિડેન્સી, ઉધના) અને કારની દલાલીનું કામ કરતા અબ્દુલ રશીદ ઇબ્રાહિમ શેખ (રહે. મોમેડનવાડ, પાલ ગામ, અડાજણ)ની ધરપકડ કરી હતી
*********
*ભાજપે સ્થાપના દિવસમાં ભાંગરો વાટ્યો*
રાષ્ટ્રીય બીજેપી દ્વારા પીએમ મોદીના પોસ્ટર સાથે પોસ્ટ શેર કરી છે, જેમાં 41 મો સ્થાપના દિન કહેવામાં આવે છે, પરંતુ પ્રદેશ બીજેપી 42 મો સ્થાપના દિન કહી રહ્યું છે. હદ તો ત્યારે થઈ રહી છે કે ફોટો કેપશન માં 41 મો સ્થાપના દિન કહેવામાં આવે છે પરંતુ પોસ્ટમાં 42 માં સ્થપના દિનના પોસ્ટર બનાવી પોસ્ટ કરવામાં આવી રહ્યા છે એટલે કે સંકલનના અભાવ સાથે પોસ્ટ કરવામાં આવી રહી છે. આમ પોસ્ટ જોઈને જોનારા કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ખરેખર 41 મો સ્થાપના દિન છે કે 42 મો સ્થાપના દિન છે ? સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે રાષ્ટ્રીય બીજેપીનું આઇટી સેલ સાચું કે પછી પ્રદેશ બીજેપી આઇટી સેલ ?
*********
*સુરતમાં 13 વર્ષના બાળકનો ભોગ લીધો*
સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે. મોટા વરાછામાં રહેતા ભાવેશભાઇ કોરાટના પુત્ર ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ધ્રુવની તબિયત વધુ બગડતા તેમના સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં પાંચ કલાકની સારવાર રાત્રે 1 વાગ્યે ધ્રુવનું મોત થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
********
*ધ્રુવમાં કોરોના કોઇ જ લક્ષણો નહોતા*
અહીં મહત્વની અને ગંભીર કહી શકાય તેવી બાબત એ છે કે, ધ્રુવમાં કોરોના કોઇ જ લક્ષણો નહોતા. રવિવાર સુધી ધ્રુવ બિલકુલ સ્વસ્થ હતો અને તેને કોઇ તકલીફ પણ નહોતી. અહીં ઉલ્લેખનીય છે કે સુરતમાં 10 વર્ષનું અન્ય એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યું છે. પુખ્ત વયના લોકો બાદ હવે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. જે ગંભીર ચિંતાનો વિષય છે
********
*અમિત શાહ અને યોગી આદિત્યનાથનાને મળ્યો આ ધમકી ભર્યો મેઈલ*
ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે. મુબઈ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની હેડ ઓફિસને મેઈલ મળ્યો છે. જેની અંદર લખવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.મેઈલમાં જણાવ્યા અનુસાર કોઈ પણ ધાર્મિક સ્થળ પર બંને નેતાઓ પર ગમે ત્યારે હુમલો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ધમકીનો મેઈલ સીઆરપીએફને મંગળવારે સવારે મળ્યો હતો
**********
*એનવી રમણા હશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ*
જસ્ટિસ એનવી રમણા ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નામને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરીનો લેટર સુપ્રીમ કોર્ટ પહોંચાડી દેવામાં આવ્યો છે. વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે અને 24 એપ્રિલના રોજ જસ્ટિસ એનવી રમણા દેશના 48મા ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ રમણાને મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કરાવશે.
**********
*હોમ ક્વારન્ટાઇનનો ભંગ કરનાર સાવધાન*
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ ક્વારન્ટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગાને હોમ ક્વારન્ટાઇન કરે છે પરંતુ કેટલાક લોકો આ નિયમનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે સંક્રમણ વધતું હોવાનું ધ્યાને આવતા મહાનગરપાલિકા હવે દર્દીના લોકેશન મોબાઇલ ટાવરથી ટ્રેસ કરશે. જેમાં ભંગ થતો હોવાનું જણાશે તો પાલિકા તંત્ર પોલીસ ફરિયાદ સુધીની કામગીરી કરશે.
******
*મનપા મોબાઇલ ટ્રેસ કરશે*
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. જલ્દીનો ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે પાલિકાતંત્ર દર્દીના મોબાઈલ નંબર લઈ લે છે. મહાનગરપાલિકા આ નંબરોના મોબાઇલ ટાવરને ટ્રેસ કરશે. દર્દી કે તેમના સગાના મોબાઈલ નંબરના ટાવર ઘરની બહાર માલુમ પડશે એટલે પાલિકાતંત્ર નિયમનો ભંગ કરવા બદલ તેમની સામે પોલીસ કેસ કરશે.પોઝિટિવ હોવા છતાદર્દી અને તેમના સગા બહાર નીકળીને અન્ય માં સંક્રમણ ફેલાવી રહ્યા છે તેઓમાં દાખલો બેસાડવા મહાનગરપાલિકા હવે મોબાઇલ ટાવર ટ્રેસ કરીને પગલાં ભરશે
*********
*રસીકરણમાં લાલીયાવાડી*
મહિસાગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીમાં તંત્રની લાલીયાવાડી સામે આવી છે. રસી લીધી ન હોવા છતા પણ રસી લીધાના મેસેજ આવતા લોકો અસમંજસમાં મુકાયા છે. બે ડોઝ લીધા બાદ હિરાભાઈ બારિયાના મોબાઈલમાં પાંચ એપ્રિલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો છે.જ્યારે તેમના પત્નીએ વેક્સિન લીધી ન હોવા છતાં રસી લીધાનો મેસેજ આવ્યો હતો. રસીકરણના કામમાં રોકાયેલા કર્મચારીઓ એક જ જગ્યાએ બેસી રસી મુકી હોવાની એન્ટ્રી કરતા હોવાનો અંદાજ છે.
*********
*ગાંધીનગર: કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો*
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસે શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ 24 કલાક વાચી શકે તે માટે લાયબ્રેરી, સરકારી શાળામાં પ્લે સ્કૂલ, આંગણવાડી, નર્સરી, પ્રિપ્રાયમરીના વર્ગોની વ્યવસ્થાનો પણ વાયદો કર્યો છે.
*********
*ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું તાંડવ*
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 32થી વધુ કર્મચારીઓ કોરાનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં 11 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
********
*વડાપ્રધાને રોક્યુ ભાષણ*
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન એક વૃધ્ધ મહિલાને ચક્કર આવતા પીએમ મોદીએ ભાષણ રોકી દીધુ હતુ.પીએમ મોદીનુ ભાષણ ચાલી રહ્યુ હતુ ત્યારે એક વૃધ્ધ મહિલાની તબિયત ગરમીના કારણે બગડી હતી એ પછી પીએમ મોદીએ ભાષણ અટકાવ્યુ હતુ અને પોતાની સાથેના ડોક્ટરોને આ મહિલાની સારવાર કરવા માટે સૂચના આપી હતી પીએમ મોદીએ સ્ટેજ પરથી કહ્યુ હતુ કે, માતાજીને જરા પાણી પીવડાવો.આ પહેલા પણ પીએમ મોદીએ આસામની ચૂંટણી સભામાં એક કાર્યકરની તબિયત લથડતા પોતાનુ ભાષણ અટકાવીને કાર્યકરને સારવાર આપવા માટે પોતાની મેડિકલ ટીમને નિર્દેશ આપ્યો હતો.
********
*CM રૂપાણીના 5 પરિવારજનો કોરોના સંક્રમિત*
રાજકોટમાં વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. હાલ CM વિજય રૂપાણીના 5 પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યા ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને ભત્રીજો અનિમેષ રૂપાણી હોમ આઇસોલેટ થયા છે.
*********
*બિલ્ડરોની પત્નીઓ અંગે 12મીએ હુકમ*
તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં આરોપીઓ પૈકી બિલ્ડરોની પત્નીને પણ આરોપી બનાવવા સંદર્ભે ફરિયાદી તરફે કરાયેલી અરજી મુદ્દે આજે સોમવારના રોજ સુનાવણી હતી. જે દરમિયાન બચાવ પક્ષે દલીલો કરી હતી. હવે 12મી એપ્રિલના રોજ આ અરજી પર સંભવત: હુકમ કરવામાં આવશે.
*********
*7 મશીનથી સજ્જ ડાયાલિસિસ સેન્ટર રોટરી ક્લબ ઓફ સુરતે અર્પણ કર્યું*
આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતે રૂપિયા 51 લાખના ખર્ચે 7 આધુનિક ડાયાલિસિસ મશીનવાળું ડાયાલિસિસ સેન્ટર ભટાર રોડ સ્થિત શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલમાં જાહેર જનતા માટે અર્પણ કર્યું હતું. જેમાં દર્દીઓને નજીવા દરે ડાયાલિસિસ કરાવવામાં આવશે.
********
*અતુલ વેકરિયાને પકડો, નહીં તો તેની બેકરીઓ બંધ કરાવીશું*
માંગરોળમાં સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા તાજેતરમાં વેસુ ખાતે ઉર્વશી ચૌધરીને અતુલ બેકરીના માલિકે દારૂના નશામાં કચડી મારી હતી, જેથી આરોપીને સજા મળે એ માટે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ ઉદેશીંગભાઈ વસાવા સોહેલ જર્મન સહિતના સંખ્યાબંધ આગેવાનોએ તાલુકા મથક માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
********
*સુરતમાં કોરોનાથી 8 મોત તો પછી સ્મશાનોમાં કેમ 60થી વધુ મૃતદેહોના કોરોના પ્રોટોકોલ’થી અંતિમસંસ્કાર*
છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધુના મોત થયા છે, જેમના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાથી સુરત શહેરમાં સ્થિતિ અતિ ગંભીર બની છે. આ જોતા એવું લાગે છે કે તંત્ર કોરોનાથી મોતના આંકડા છુપાવી રહ્યું છે. ગતરોજ મનપાએ માત્ર 8 લોકોનાં કોરોનાથી મોત થયાનું દર્શાવ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દર્દીઓ પણ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચતા સ્થિતિ વધુ દયનીય બની છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર એક મિનિટે બે કોરોના સંક્રમિત દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી રહ્યા છે
*********
*દરેક વ્યક્તિને વેક્સીન માટે કેમ મંજૂરી આપવામાં આવી રહી નથી? સરકારે આપ્યો જવાબ*
સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે દેશમાં બધા માટે વેક્સીનેશનને મંજૂરી કેમ આપવામાં આવી રહી નથી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઘણા લોકો પૂછે છે કે આપણે બધા માટે ટિકાકરણ કેમ ખોલી રહ્યા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના ટિકાકરણ અભિયાનના બે ઉદ્દેશ્ય છે. મોતોને રોકવી અને સ્વાસ્થ્ય સેવા પ્રણાલીની રક્ષા કરવી. તેમનો ઉદ્દેશ્ય એ લોકો માટે વેક્સીનનું પ્રબંધ કરવું નથી જે તેને ઇચ્છે છે પણ તેમના માટે કરવાનું છે જેમની તેની જરૂર છે.સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે ભારતમાં સોમવારે 24 કલાકમાં કોવિડ-19 વેક્સીનના 43 લાખ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. જે એક રેકોર્ડ છે. તેના પરિણામ સ્વરૂપ મંગળવાર સવાર સુધી દેશમાં વેક્સીનના 8.31 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ભૂષણે કહ્યું કે અમેરિકામાં વેક્સીન આપવાની દૈનિક એવરેજ 30.53 લાખ ડોઝ છે. જ્યારે ભારતમાં 26.53 લાખ વેક્સીનના ડોઝ ભારતમાં પ્રતિદિન આપવામાં આવે છે. એક વેબસાઇટ પ્રમાણે અમેરિકાએ 112 દિવસોમનાં 16 કરોડ ડોઝ આપ્યા છે. જ્યારે ભારતે 79 દિવસોમાં 7.9 કરોડ ડોઝ આપ્યા છે.
*🙏🙏thaend🙏*