આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો*
*dete*
0️⃣4️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા નહીં દેવાય*
રાજપીપળાના વેપારીઓએ RT-PCR ટેસ્ટ અને વેક્સિન લેવી જરૂરી. નર્મદા આરોગ્ય વિભાગે કહ્યું- જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા નહીં દેવાય
********
*સુરતમાં વૅક્સિન લીધા બાદ પણ ૨૩૬ લોકોને કોરોના થયો*
અમાદાવાદ: ગુજરાતમાં દર કલાકે ૧૦૦ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાઈરસના નવા બે હજારથી વધુ કેસ રોજ નોંધાઇ રહ્યા છે. સુરતમાં ૮૯૫૯ પોઝિટિવ આવનારાઓમાંથી વેક્સિન લેનારા ૨૩૬ લોકો છે. વેકસીનનો એક ડોઝ લીધા છતાં ૨૩૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. તો બે ડોઝ પછી છ લોકો સંક્રમિત થયા છે. તેથી સુરતમાં ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે
*********
*ચૂંટણી પૂરી ગરજ પૂરી 2100 કરોડનો બોજ આવશે*
ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ વીજ જોડાણધારકો પાસેથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વસૂલવામાં આવતા દરમાં યુનિટદીઠ 21 પૈસાનો વધારો કરી આપવાનો નિર્ણય ગુજરાત વીજ નિયમન પંચે જાહેર કર્યો છે.
********
*મહાપાલિકાના નિવૃત્ત અધિકારી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર*
અમદાવાદ ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત પૂર્વ અધિકારી સામે ભાવનગર એસીબીએ અધિકારીની કાયદેસરની આવક કરતા વધુ એક કરોડની આવક સામે આવતા તેઓ સામે અપ્રમાણસર મિલકત સબંધી ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી રિમાંન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
*********
*ચૂંટણી માટે શું ભાજપ પોતાનું ગાઇડલાઇન ભંગ કરવાનું વલણ બદલી શકશે?*
એક તરફ રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિ ઉભી થઇ છે તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે ચૂંટણી દરમ્યાન અને ચૂંટણી પ્રચાર દરમ્યાન કોરોના ગાઈડલાઇનનું કેટલા અંશે પાલન કરવામાં આવશે તેના પર સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. તેમાં પણ ભાજપ પોતાના ગાઈલાઈન ભંગના વલણને જાળવી રાખશે કે તોડશે તે પણ લોકો જોઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારને લઈને ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.
*******
*182 બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે 283 સભ્યોની જમ્બો કારોબારી જાહેર કરી*
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
*********
*12 જાન્યુ.એ 9 પ્રદેશ હોદ્દેદારોના નામ જાહેર કર્યાં હતા*
આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા. જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી.
********
*અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ભોજન નિઃશુલ્ક કરવા ભક્તોની માંગ*
શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં ના દર્શનાર્થે આવતા સેંકડો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં અંબાના રાજભોગ સમા પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભોજન ગ્રહણ કરાવતા ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયને યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવા વિશ્વભરમાં વસતા માઈભક્તોમાં માંગ ઉઠી છે.
*********
*ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે*
કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતી કાલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. જે પાલનપુર અને બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.
********
*ગાંધીનગરમાં ચૂંટણી કાર્યાલય માટે ભાજપે આરક્ષિત વન વિસ્તારમાં રસ્તો બનાવતા લોકોમાં રોષ*
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અત્યાર સુધી તોડ જોડ નીતિ અપનાવીને કોર્પોરેશનમાં રાજ કરનાર ભાજપ દ્વારા પોતાના ચૂંટણી કાર્યાલય માટે સેક્ટર-2માં આવેલા આરક્ષિત વનવિભાગની ફેન્સીંગ કરેલી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેતા સ્થાનિક વેપારીઓ સહિત નાના ગલ્લા વાળાઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
********
*૧૧ રાજયોમાં પરિસ્થિતિ ચિંતાજનક*
નવી દિલ્હી: કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત થઈ રહેલા ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ કોવિડ સમીક્ષાબેઠક યોજવામાં આવી હતી. તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવો, ડીજીપી, આરોગ્ય સચિવો સાથેની આ ઉચ્ચ સ્તરીય સમીક્ષાબેઠકનું અધ્યક્ષપદ સંભાળતા કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કોરોનાને અંકુશમાં લેવા કડક પગલા લેવાની સૂચના આપી હતી
********
*અનિલ દેશમુખે ૧૦૦ કરોડનો હપ્તો માગ્યો ત્યારે તમે ત્યા હતા?*
મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સચિન વઝે અને અન્ય જુનિયર ઑફિસરો પાસે મહિને ૧૦૦ કરોડ રૂપિયાનો હપ્તો વસૂલ કરવાની માગણી કરી હોવાનો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહે આરોપ કરી એની સીબીઆઇ પાસે તપાસ કરાવવાની મુંબઈ હાઈ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી વખતે કોર્ટે ભૂતપૂર્વ પોલીસ-કમિશનરને આકરા સવાલો પૂછ્યા હતા
*********
*ઉદ્ધવ ઠાકરે લોકોને લૉકડાઉનના નામથી ડરાવી રહ્યા છે: નારાયણ રાણે*
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ ગયા છે અને તેથી જ તેઓ લોકોને ફરી લોકડાઉન લગાવવા માટે ડરાવી રહ્યા છે, એમ ભાજપના નેતા નારાયણ રાણેએ શુક્રવારે જણાવ્યું હતુરાજ્યમાં કોરોનાને કારણે ૫૪,૦૦૦ લોકોનાં મોત થયા છે જે અન્ય રાજ્યોના મરણાક કરતા વધુ છે. વધુ એક લોકડાઉન અસ્વીકાર્ય છે
*********
*હવે ભાજપે કોરોનાના રસી કેન્દ્રો ખોલ્યા*
અમદાવાદ: ભાજપ દ્વારા ૪૫૦૦થી વધુ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧,૮૬,૯૬૭ કાર્યકરો અને પેજ પ્રમુખો લોકોને રસીકરણ કેન્દ્ર પર લાવવા મૂકવાની કામગીરી કરી રહ્યા છે. ગાંધીનગર મનપાનો ચૂંટણી પ્રચાર પણ સંક્રમણ ના વધે તે રીતે કરીશું, એવું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું. તેમણે કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા અંગે કહ્યું હતું કે, હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યમાં પણ વેક્સિનેશન માટે અલગ અલગ જગ્યાએ ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે.
********
*આઇસીયુ બેડ ફુલ: મેરા નંબર કબ આએગા?*
મુંબઈમહારાષ્ટ્ર સાથે મુંબઈમાં કોરોનાની મોટી લહેર જોવા મળી રહી છે. એમાં માત્ર મુંબઈમાં જ રોજના ૮૦૦૦ કરતા વધુ કેસ આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ લોકો માટે મુંબઈમાં તૈયાર કરેલા જમ્બો કોવિડ સેન્ટરોમાં રાખેલા આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં બેડ ફુલ થઈ ગયા છે. એને કારણે લોકોને કલાકો સુધી આઇસીયુમાં બેડ મળતા નથી.
*********
*વિરમગામ તાલુકામાં બોગસ તબીબોનો રાફડો તંત્રના આંખ આડા કાન*
વિરમગામ: શહેર અને તાલુકામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો ફાટયો છે. આવા બોગસ તબીબો દ્વારા જનઆરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાં વિરમગામ શહેરના જવાબદાર સરકારી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. આવા બોગસ તબીબો સામે કોઈની જિંદગી જોખમાય તે પહેલાં કડક પગલા ભરે તેવું શહેરીજનો અને તાલુકાના ગ્રામજનો જણાવી રહ્યા છે.
*********
*ગીર ફરતેની જમીનો ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે જંગલ વિનાશ તરફ*
ગીર જંગલમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં કોર્ટ દ્વારા નિમવામાં આવેલા કોર્ટમિત્ર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગીર જંગલ આસપાસની જમીનો ઉદ્યોગ પતિઓને અપાઇ રહી છે. આવી જ પરિસ્થિતિ રહી તો જંગલનો વિનાશ થશે.
*********
*સિંગણપોર પીઆઈ સલૈયા વિરુધ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમ*
સુરત કોફીશોપ ગેરકાયદે હોઈ ચાલુ કરવા પોલીસ સાથે સેટીંગ કરી 20 હજાર પડાવવા અંગે ત્રણ આરોપીઓ વિરુધ્ધ સિંગણપોર પીઆઈએ બે ફરિયાદો નોંધતા કોર્ટની ખફગી વ્હોરી લીધીડભોલી ખાતે કોફીશોપ ગેરકાયદે હોવાનું જણાવી પોલીસ સાથે સેટીંગના નામે 20 હજાર પડાવી ધાકધમકી આપનાર ત્રણ આરોપીઓ વિરુધ્ધ કતારગામ તથા સિંગણપોર એમ બે અલગ અલગ પોલીસ મથકમાં એક ગુના સંદર્ભે ફરિયાદ નોંધીને જાહેર સેવકના હોદ્દાનો દુરુપયોગ કરનાર સિંગણપોર પીઆઈ એ.પી. સલૈયા વિરુધ્ધ સીઆરપીસી-166-એ તથા 167 હેઠળ ગુનો નોંધવા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ રણવીરસિંહ રાઠોરે હુકમ કર્યો છે.
*********
*રેપિડ પોઝિટિવ, આરટીપીસીઆર નેગેટીવ છતા દર્દીને સિવિલમાં દાખલ કરાયા*
સુરતમાં એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહયો છે ત્યારે બીજી તરફ રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટના પરિણામો અલગ-અલગ હોવા છતાં દર્દીઓને દાખલ કરાઈ રહ્યા છે. જેને કારણે લોકો કયા રિપોર્ટને સચોટ માનવો તે અંગે અસમંજસમાં છે. એક તરફ મનપા દ્વારા નવા સ્ટ્રેન અને વેક્સિનેશનને લઈને લોકોમાં જાગૃતિ આવે તે અંગેની કવાયત હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ લોકો રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટના અલગ અલગ પરિણામને લઈને દ્વિધામાં મુકાયા છે.
*********
*શરદી-કફ થાય તો પહેલા ઘરમાં આઇસોલેટ થઇ જાવ*
ગાંધીનગર: ચૂંટણી અને ક્રિકેટ મેચ હોય કે કોઇ પણ કારણ હોય પણ એક સમયે શહેર અને જિલ્લામાં પાંચથી આઠ કેસ રોજ નોંધાતા હતા તે હવે ૫૦થી પણ વધુ નોંધાઇ રહ્યા છે. કોરોનાની નવી લહેરમાં આ વખતે કોરોનાનું રૃપ અને તેને તેવર બલદાયા હોય તેમ નિષ્ણાંતોનું માનવું છે. અગાઉ એકલ-દોકલ અથવા છુટાછવાયા કોરોનાના કેસ મળી આવતા હતા ત્યારે આ વખતે તો પરિવારના દરેક સભ્યો જ ચેપગ્રસ્ત થઇ જાય છે. જે ખુબ જ ચિંતાજનક છે ત્યારે પોતાના પરિવારજનોને આ જીવલેણ અને અતિચેપથી બચાવવા માટે આપડે જ સાવચેતી રાખવી પડશે.
*🙏🙏thaend🙏🙏*