જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2165 થઇ

નર્મદા જિલ્લામાં આજે આજે એકજ દિવસ માં 17 કેસો નોંધાતા ફફડાટ

રાજપીપલા,તા28

નર્મદા જિલ્લામાં સતત વધતા જતા કેસો ને કારણે કેસો ને કારણે
નર્મદા જિલ્લામાં આજે કોરોના કેસોનો કૂલ આંકડો 2165પર પહોચ્યો છે. આજે એકજ દિવસ માં 17 કેસો નોંધાતા ફફડાટફેલાયો છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે વધુ
17કેસ નોંધાયા છે.

જેમા નાંદોદ તાલુકામા 03 કેસમા વડિયામાં 02અને અને ભદામ ગામમા એક કેસ નોંધાયો છે. જ્યારે તિલકવાડા તાલુકામા તિલકવાડામાં 02અને રાતુડિત ગામે એક કેસ નોંધાયો હતો.જ્યારે
સેલંબા મા એક અને રાજપીપળામાં એકી સાથે 10 કેસ નોંધાતા રાજપીપળા પંથક માં ફફડાટ ફેલાયો છે. જેમારામબાગ 02,દરબાર રોડ 03,ચિત્રકૂટ 02,હાઉસિંગ બોર્ડ, રાજપૂત ફળીયા અને સિંધીવાડ માં એક એક
કેસ નોંધાયા છે

કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1094 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2010 દરદીઓને રજા આપવામાં આવી છે.આજે 16 દર્દીઓ સાજા થતા તેમને રજાઆપવામા આવી છે.
આજે RTPCR ટેસ્ટમાં 40અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 412 સહિત કુલ 452ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લા આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-32535 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 17દરદીઓ, તાવના 10 દરદીઓ, ઝાડાના 06 દરદીઓ સહિત કુલ-33જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001014 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 904073 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર:જ્યોતિ જગતાપ, રાજપીપળા