ટૂંકા વસ્ત્રો પહેરશો તો હવે અંબાજી મંદિરમાં નહીં મળે પ્રવેશ. ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં આવવા પર લાગ્યો પ્રતિબંધ.

અંબાજી: બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે ભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. પરંતુ હવે અંબાજી મંદિર ખાતે ભકતો ટૂંકા વસ્ત્રો પહેરીને જઈ શકશે નહીં તેવા બોર્ડ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લગાવવામા આવ્યા છે. અહિં ઘણા ભકતો શોર્ટ અને બરમૂડા પહેરીને દર્શન કરવા આવે છે. જોકે હવે ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ગેટ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.