આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં તેમજ સંસ્થાઓની શાળાઓમાં શિક્ષકોએ જનનાયક ને શ્રદ્ધાંજલી અર્પી.
રાજપીપળા,તા. 21
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સહ કેળવણી મંડળ રાજપીપળાના અધ્ય સ્થાપક સ્વ.રતનસિંહ મહિડાની 41 મી પુણ્યતિથિ ઉજવાઈ હતી.જેમાં આટર્સ એન્ડ સાયન્સ કોલેજમાં મંડળના પ્રમુખ પીડી વસાવા તથા પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા તથા કોલેજ પરિવારે તેમજ સંસ્થાની શાળાઓમાં શિક્ષકો એ જનનાયક ને શ્રદ્ધાંજલી આપી હતી.
કોર્ટ પાસે આવેલ જનનાયકની પ્રતિમાને મંડળની સાથેની શાળાઓ શાળાના શિક્ષકોએ જનનાયક ની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મંડળના પ્રમુખ પીડી વસાવાએ જણાવ્યું હતું કે સ્વ. રતન સિંહ મહિડા એ ભરૂચ અને નર્મદા જિલ્લામાં શિક્ષણની ધૂણી ધખાવી હતી. અને આશ્રમશાળાઓ,શાળાઓ,કોલેજો શરૂ કરી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાના ઉચ્ચ કારકિર્દી બનાવી છે. એમની સંસ્થાઓ આજે ફૂલીફાલી છે.તેમને યાદ કરી તેમના આદર્શોના પગલે ચાલવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા