નાંદોદ તાલુકાના ખુંટાઅંબા ગામે કન્ટેનર ગાડી રોડની સાઈડમાં ઉતારી દેતા અકસ્માતમાં એકને ગંભીર ઇજા.

રાજપીપળા,તા.17

નાંદોદ તાલુકાના ખોટાઆંબા ગામે કન્ટેનર ગાડી રોડની સાઇડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં એકને ગંભીર ઈજા થવા પામી છે.આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ સંદીપભાઈ બલવીરસિંહ યાદવ (રહે, બી 95 સાંઈધામ સોસાયટી કારેલીબાગ વડોદરા મૂળ રહે જોગીવાલા, તા. ભાદ જી. હનુમામ ગઢ રાજસ્થાન)એ આરોપી રાજુલાલ ભવરલાલ ભીલ (રહી,મેંદી તા.શાડા જી.ભીલવાડ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી રાજુલાલ પોતાના કબજામાં આ કન્ટેનર ગાડી નંબર એચઆર 55 એસ 8318 ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડમાં ઉતારી લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં પોતાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા